સુરેન્દ્રનગરમાં આવેલા લખતરના અણીયાળીમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલવા બાબતે બે જૂથ વચ્ચે લાકડી, લોખંડની પાઇપ વડે ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
લખતર અણીયાળી ગામ ખાતે મારામારીનો બનાવ સામે આવ્યો છે. લખતર અનીયાણી ગામે સામાન્ય બોલાચાલીમા ખૂની ખેલ ખેલાયો છે. અણીયાળી ગામે ગાળો બોલવા બાબત એક જ સમાજના બે જૂથો સામસામે આવી જતા મારામારી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અણીયારી ગામના સાકરીયા પરિવાર તેમજ ઓળકીયા પરિવાર સોરિયા લાકડી તેમજ લોખંડના પાઇપ વડે ધીંગાણું ખેલાયું હતું.
એકજ સમાજના સાકરીયા પરિવાર અને ઓળકીયા પરિવારના ઝઘડો થતા મહિલા સહિત 3 લોકોને ઇજા પહોંચી જેમાં એકને હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે સૂર્યનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આ ઘટનાને પગલે જાણે લખતરમાં કાયદો અને વ્યવસ્થા કથળી પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે.