23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતKutchની હેવી કેમિકલ લિમિટેડ કંપની સામે 20 ગામના સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

Kutchની હેવી કેમિકલ લિમિટેડ કંપની સામે 20 ગામના સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ


ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL)કંપનીએ માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડાએશ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.આ કંપની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આસપાસના 20 જેટલા ગામના લોકો કંપની સામે વિરોધ કરી રહ્યા છે.માંડવીના બાડા ગામ નજીક 1340 એકર જમીન ગુજરાત સરકારે કંપનીને ફાળવી છે.આ કંપનીના કારણે હજારો લોકોની ખેતી અને પશુપાલનની રોજગારી છીનવી લેશે.

ગ્રામજનોએ કર્યો વિરોધ

કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ આસપાસના 20 ગામમાં પર્યાવરણ, દરિયાઈ જીવ-સૃષ્ટિ, ખેતી અને પશુપાલન ખતમ થઈ જશેહાલમાં 20 ગામમાં લોકો GHCL કંપનીનો વિરોધ કરી રહ્યા છે.દરિયા કિનારા 1340 એકરમાં સોડાએશનું કારખાનું નાખશે. કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. રૂ. 3500 કરોડના મૂડીરોકાણ સાથે GHCL કેમિકલ પ્લાન્ટ નાખી રહી છે. વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન કરશે.જીએચસીએલ કંપની સામે આસપાસના ગામના લોકોમાં ભારે વિરો

માછીમારીને મોટુ નુકસાન

સોડાએશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ બનાવશે.કંપનીએ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા હતા.માંડવીમાં ગામમાં સમૃદ્ધ, બાગાયતી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન થાય છે.કંપનીના કારણે પ્રદુષણ વધશે જેના કારણે ખેતી અને પશુપાલન અને માછીમારોને મોટું નુકસાન કરશે.

20 ગામનો વિરોધ

મોટા લાયજા, મેરાઉ, બાયઠ, દેઢીયા, ઉનડોઠ, ભીંસરા, ગોધરા, ભોજાય, માપર, બાંભડાઈ, ચાંગડાઈ, મોડકુબા, કોકલીયા, પાંચોટીયા, કાઠડા, ભાડા, જનકપુર અને વિંઢ ગામોના લોકો અને અન્ય 20 ગામોના જૈન મહાજનો વિરોધ કરી રહ્યા છે.કંપની અંગે પર્યાવરણ અને સામાજિક અસર અંગે લોક સુનાવણી થઈ હતી. જેમાં જીએચસીએલ સામે મોટો વિરોધ થયો હતો. તેથી લોક સુનાવણી રદ કરવી પડી હતી. અધિક કલેક્ટરે આ સુનાવણી રદ કરી હતી. ભારે આક્રોશથી સુનાવણી પડતી મૂકી હતી.

પહેલી લોક સુનાવણી 15 મિનિટમાં જ રદ્દ કરાવી હતી

બીજી વખત સરકારે લોક સુનાવણી કરી હતી. પર્યાવરણ અંગે અધુરપ ભરેલો અહેવાલ હોવા છતાં જોહુકમી અને પોલીસ બળથી સુનાવણી કરી હતી. સતત 11 કલાક સુધી પોતાના વાંધા રજૂ કરતાં છેલ્લા અધિકારીઓએ થાકીને જબરદસ્તી સુનાવણી પૂરી કરી હતી. છતાં લોક સુનાવણીમાં 5 હજાર લોકોએ વિરોધ કર્યો હતો.સોડા એશના પ્લાન્ટથી નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ છે. ખેતીના ઝાડ, ખેતરના છોડ, ચેર, પશુ, માછલી, જળચરના મોત થશે. લોકોના કાન માટે આફત આવશે. જમીનની ફળદ્રુપતા ખતમ થઈ જશે. હવા ઝેરી બની જશે કુદરતી સુંદરતા ધરાવતા માંડવીના બે બીચ છે. એક માંડવી શહેર નજીકનો છે. બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ છે. આસાર માતા બીચ આ કંપનીની કારખાનાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. તેથી પ્રદૂષણના કારણે સુંદર દરિયા કિનારો ખતમ થઈ જશે.

એક કારખાનું સુત્રાપાડામાં છે

આ વિસ્તારમાં રસાયણ આધારિત ઉદ્યોગ નથી. સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ અહીં નથી. છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે. સોડાએસ બનાવવા માટે ચૂનાનો પથ્થર, મીઠું અને કોલસો જરૂરી છે. જે આ તાલુકામાં ક્યાંય નથી. માલ અહીં લાવવામાં આવે તેનાથી માર્ગોમાં પ્રદૂષણ થશે.જીએચસીએલનું એક કારખાનું સુત્રાપાડામાં છે જ્યાં દરિયાઈ પર્યાવરણ અને ખેતીને ખતમ કરી દીધી છે. ગાંડો બાવળ પણ ઉગતો બંધ થઈ ગયો છે. ગટરોમાં ગેસ નીકળી રહ્યો છે. આજુબાજુના ગ્રામજનો કેન્સર જેવી બિમારીના ભોગ બન્યા છે.

દરિયાઈ વિસ્તાર પ્રદૂષણ મુક્ત રહ્યો

માંડવીથી અબડાસા સુધીનો દરિયાઈ વિસ્તાર પ્રદૂષણ મુક્ત રહ્યો છે. આ દરિયા કિનારા પર દરિયાઈ કાચબાની અનુસૂચિ 1 પ્રમાણે 3 પ્રજાતીઓ ઓલિવ રીડલી, ગ્રીન સી અને લેધર બેક છે. જે ઈંડા મૂકવા અહીં આવે છે.કંપનીના કારણે દરિયાઈ જીવને ભારે નુકશાન થશે.કાંઠા પટ્ટીના ગામો ઉપર સેલ્ટર બેલ્ટના જંગલો છે. જે કુદરતી આફતોથી રક્ષણ આપે છે. અહીં જીએચસીએલ કંપની ટનલ નાખવાની છે. ગ્રીન હાઉસથી ગ્લોબલ વોર્મિંગ પેદા થાય છે. જીએચસીએલ પણ ગ્રીન હાઉસ ગેસ પેદા કરનારી કંપની છે. ખેતી પડી ભાંગશે અને વૃક્ષોનું નિકંદન નીકળી જશે.

ગોએન્કા દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ વિપશ્યના સંસ્થા આવેલી છે

જ્યાં સમગ્ર દેશ અનેવિશ્વમાંથી લોકો મનની શાંતિ માટે આવે છે. વિપશ્યના એ પ્રાચીન ભારતની અનોખી ભેટ છે. આધુનિક વિજ્ઞાન પણ છે જેનો ઉપયોગ યુવાન અને વૃદ્ધ લોકોને તેમના જીવનમાં તણાવ અને તકલીફનો સામનો કરવામાં મદદ કરી શકે છે. કચ્છના નામાંકિત લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. સોડા એશનો પ્લાન્ટ વિશ્વભરમાંથી વિપશ્યના માટે આવતા લોકોની શાંતિ છીનવી લેશે. લોકોની સાધના ભંગ કરવાનું કામ સોડા એશ પ્લાન્ટ કરશે. પ્લાન્ટના કારણે ઘોંઘાટ એટલો વધી જશે કે લોકો વિપશ્યના માટે માંડવીના બાડા ગામમાં આવવાનું પણ બંધ કરી શકે છે. પ્રદુષણ અને ઝેરી પર્યાવરણ વિપશ્યના કેન્દ્ર માટે નુકસાન સાબિત થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય