ખ્યાતિકાંડના આરોપી સંજય પટોળીયા હવાતિયા મારી રહ્યો છે અને સંજય પટોળીયા અન્ય ફરિયાદો રદ કરવા માટે હાઈકોર્ટ જઈ શકે છે. વસ્ત્રાપુરની 3 FIR રદ કરવા માટે અરજી કરી શકે છે. FIR સંદર્ભે આગામી સમયમાં જામીન અરજી આરોપી મૂકશે.
રેલવે કર્મીઓના પણ ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં થયા
ત્યારે બીજી તરફ ખ્યાતિકાંડના આરોપીના રિમાન્ડ પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. સંજય પાટળીયાની રિમાન્ડ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટમાં સરકારી વકીલે ધારદાર દલીલો કરી છે. જણાવી દઈએ કે અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં થયા છે. અન્ય લોકોની ધરપકડ માટે રિમાન્ડ ખૂબ જરૂરી છે, કારણ કે પ્રિ પ્લાનિંગથી આ ખ્યાતિકાંડ કર્યો છે, ત્યારે આરોપીનો શું રોલ, અન્ય કેટલા આરોપીઓ છે તેની તપાસ કરવામાં આવશે.
બચાવપક્ષના વકીલે કોર્ટમાં કરી અનેક રજૂઆત
વકીલે કોર્ટમાં કહ્યું કે સરકારી યોજનાના લાભ લેવા લોકોનો ખોટો ઉપયોગ કર્યો છે. ખોટા રીપોર્ટ બનાવી દર્દીઓની સર્જરી કરાવી છે. આ સાથે જ મેડિકલ રિપોર્ટની પૂછપરછ કરવી ખૂબ જરૂરી છે તેવી બચાવપક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે. બચાવપક્ષના વકીલે વધુમાં કહ્યું કે આરોપીઓની ધરપકડ થઈ રહી છે અને તપાસમાં સહકાર આપી રહ્યા છે. ડોક્ટર સંજય પટોળીયાએ કોઈની સર્જરી કરી નથી, તે માત્ર ડાયરેક્ટર છે, તેથી તેમના રિમાન્ડની જરૂર નથી.