– સફેદ તલ કરતા કાળા તલની વિક્રમજનક માંગ
– ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં પ્રતિદિન તલની આવક અને ભાવમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો
ભાવનગર : આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુને અનુલક્ષીને ચીકી અને શકિતનો રાજા સાનીની બનાવટ માટે તલની સીઝનલ માંગમાં ઉછાળો આવતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે.ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દેવદિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં તલના ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે.