26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત64 કરોડના ખર્ચે બનેલાં એક કિમી લાંબા ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આખરે લોકાર્પણ

64 કરોડના ખર્ચે બનેલાં એક કિમી લાંબા ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આખરે લોકાર્પણ


– હાઈ-વે પર  રેલવે ફાટકના કારણે માનવ કલાકો, ઈંધણનો વ્યય થતો હતો : હવે બચત થશે 

– બ્રિજનું કામ પાંચેક વર્ષથી ટેકનિકલ કારણોસર વિલંબિત હતું : બ્રિજ શરૂ થતાં અમદાવાદ, સુરતથી સાળંગપુર-સૌરાષ્ટ્રને જોડતાં યાત્રિકો-ઉદ્યોગકારોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે 

ભાવનગર : અમદાવાદથી ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં અવર-જવર કરતાં વાહનચાલકો માટે  વર્ષોથી માથાના દુઃખાવા સમાન બનેલાં ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આશરે પાંચેક વર્ષે કામ પૂર્ણ થતાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૬૪ કરોડના ખર્ચે બનેલાં એક કિમી લાંબા આ બ્રિજના કારણે અમદાવાદ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલવે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. 

રાજયના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારીના હસ્તે લોકાર્પિત થયેલાં આ ઓવરબ્રિજનું કામ અંદાજે પાંચેક વર્ષ ચાલ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય