વડોદરાઃ વડોદરા સહિત રાજ્યની તમામ સ્કૂલોને ટોબેકો ફ્રી એટલે કે તમાકુના દૂષણથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે.આ માટે બે દિવસ પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી.જેનુ તમામ સ્કૂલોમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તમાકુના બંધાણી બનતા અટકાવવા માટે નવ મુદ્દાની એક ગાઈડ લાઈનને તમામ સ્કૂલોમાં અમલમાં મુકાવવાનું પણ નક્કી કરાયું હતું.બેઠકમાં આ અભિયાનના ટેકનિકલ એડવાઈઝર તરીકે નિયુક્ત થયેલી વડોદરાની સંસ્થા ફેથ ફાઉન્ડેશનના સુઝાન સેમસન પણ હાજર રહ્યા હતા.