દક્ષિણ બંગાળ સરહદે તૈનાત બીએસએફની પાંખે વર્ષ 2024માં નવેમ્બર મહિનાના અંત સુધીમાં 86 ભારતીય અને 32 બાંગ્લાદેશી દાણચોરોની અટકાયત કરીને રૂપિયા 120 કરોડના મુલ્યનો સોનાચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે બીએસએફ દ્વારા આ વર્ષ દરમિયાન ડ્રગ દાણચોરીના કૌભાંડમાં 51 ભારતીય અને 10 બાંગ્લાદેશી દાણચોરોની પણ ધરપકડ થઇ ચુકી છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર અંત સુધીમાં બીએસએફો દક્ષિણ બંગાળની સરહદેથી 170.48 કીલો સોનુ અને 159 કીલો ચાંદી જપ્ત કરી હતી . તેની કિંમત અનુક્રમે રૂપિયા 118.63 કરોડ અને 1.15 કરોડ થવા જાય છે. આ સમય ગાળા દરમિયાન સોનાની દાણચોરીના 105 કેસનો ભાંડાફોડ થયો હતો. તેને પરિણામે ભારતના 80 અને બાંગ્લાદેશના 32 દાણચોરોની ધરપકડ થઇ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે દાણચોરો દાણચોરી માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે.