ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવી ગયું છે અને આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી છે. PMJAY યોજનાને લઈ આરોગ્ય વિભાગે બેઠક યોજી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બોલાવી અને યોજનામાં રહેલા તમામ લુપ ફોલ્સ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.
નવી SOP અંગે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ છે, જેમાં PMJAY યોજનાને લઈ આરોગ્ય વિભાગે બેઠકમાં ચર્ચા કરી છે. બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે નવી SOP અંગે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો છે અને નવી SOP જાહેર કરવામાં હજુ 10થી 15 દિવસ લાગશે. આ સાથે જ એમ પેનલ્ડ થયેલી હોસ્પિટલો માટે નવા ચેક પોઈન્ટ ઉભા કરવામાં આવશે. દર્દીઓને સારવાર આપવામાં મોડું ન થાય તે માટે ચેક પોઈન્ટ આપવામાં આવશે. આ સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે તમામ ચેક પોઈન્ટનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. આ યોજનાનો દુરુપયોગ ના થાય તેનું પણ મોનિટરિંગ કરવામાં આવશે.
જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ કપડવંજથી ખ્યાતી કાંડના આરોપીઓ ઝડપાયા બાદ ખેડા જિલ્લાની 16 જેટલી PMJAY યોજના હેઠળ આવતી હોસ્પિટલોમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કુલ 8 ટીમ બનાવવામાં આવી છે, જેમાં 16 જેટલા અધિકારીઓ હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર કરાય છે, ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન થાય છે ? કેટલો સમય લાગ્યો, ફરીથી કેટલા કેસિસ રીપીટ થયા છે તે તમામ બાબતોની તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 7,905 કલેઈમ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 31 કરોડના ક્લેઈમ છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલોના હોવાનું જાણવા મળ્યું છે.