હિરણ નદીનાં કાંઠે વૃધ્ધાશ્રમનાં નામે કરાઇ’તી પેશકદમી
ત્રણ રિસોર્ટ, ગોળ બનાવવાનાં પાંચ રાબડાં, ઘાસ ભરવાનાં બે અને છ સાદા ગોડાઉન, ઇંટ બનાવવાનાં એક કારખાના પર તંત્રનું બૂલડોઝર, દબાણકારોમાં દોડધામ
તાલાલા: તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે ગૌચરની ૧૫૦ હેક્ટર સરકારી જમીન ખૂલ્લી કરવાની કામગીરી શરૂ કરીને ઈંટ બનાવવાનું કારખાનું, ત્રણ રિસોર્ટ, પાંચ ગોળ બનાવવાના રાબડા, બે ઘાસ ભરવાના ગોડાઉન અને છ સાદા ગોડાઉન દૂર કરાયા હતા. આ ઉપરાંત હિરણ નદીને કાંઠે વૃદ્ધશ્રમના નામે કરેલા દબાણને પણ દૂર કરાયું હતું.
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે આશરે ૧૫૦ હેક્ટર ગૌચર અને સરકારી પડતર જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવાની ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ થતાં દબાણકારોમાં દોડધામ મચી ગઈ હતી.