અમદાવાદના સનાથલ આદેશ આશ્રમની બાજુમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગે ભારે જહેમદ બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.
અમદાવાદના સનાથલ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઘટનામાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર લાગી હતી કે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 18 ફાયરના ટેન્કર ઘટના સ્થળે રવાના થઈ હતી અને સનાથલ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સનાથલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. આદેશ આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની આ ઘટના બની છે. નોંધનીય છે કે, ફાયરની 18 ગાડી થકી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યો છે. સનાથલથી ચાંગોદર રોડ પણ આવેલ આદેશ આશ્રમ પાસે ગોડાઉનમાં આગ લાગી છે.વિગતે એવી પણ મળી રહીં છે કે, પેપરના મોટા ગોડાઉનમાં આગ લાગી છે. જેથી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગે ભારે જહેમદ બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.