વડોદરામાં આવેલા ડભોઇના મુખ્ય બજારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડભોઇના ટાવર, લાલ બજાર, છીપવાડ મુખ્ય રસ્તાઓમા દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેને પગલે નગરપાલિકા પ્રમુખ ઊભા રહી દબાણ દૂર કરાવ્યું છે.
મળતી માહિતી પર રાજ્યભરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગારી તેજ થઇ ગઇ છે. તેવામાં ડભોઇના મુખ્ય બજારમાં જેવા કે, ડભોઇના ટાવર, લાલ બજાર, છીપવાડ મુખ્ય રસ્તાઓમા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેને પગલે નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણવાળા બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું છે.
ડભોઇમાં વ્યાપારીઓ દ્વારા પોતાની દુકાનો આગળ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું, જેથી આવવા જવા માટે પ્રજાને પડતી હાલાકીને પગલે તંત્રએ દબાણ હટાવવાની કામગારી તેજ કરી છે. તંત્ર દ્વારા લઘુમતી વિસ્તારમાં પણ લારીઓ તેમજ અન્ય દબાણ દૂર કરાયા છે. મોડી રાત સુધી દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. નગરપાલિકાના જેસીબી મશીન તેમજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવામાં આવી રહ્યા છે.