23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 79,000નું સ્તર પણ ગુમાવ્યું, અંતે 1,190 પોઇન્ટનો કડાકો

Business: ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 79,000નું સ્તર પણ ગુમાવ્યું, અંતે 1,190 પોઇન્ટનો કડાકો


યુએસના ફુગાવાના આંકડાના કારણે વ્યાજદરમાં વધુ ઘટાડા અંગે અને ટ્રમ્પ કાર્યભાર સંભાળશે પછી કેવી નીતિઓ અપનાવશે તે અંગે ઊભી થયેલી અનિશ્ચિતતા, આઇટી-ઓટો શેરોમાં કડાકા અને એફઆઈઆઇની જંગી વેચવાલીના કારણે આજે ભારતીય શેરબજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 1.48 ટકા જ્યારે નિફ્ટી 1.49 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

દરમિયાન યુએસના બજારમાં ગઇ કાલે છવાયેલી મંદી વચ્ચે એફ એન્ડ ઓ સેગમેન્ટના મંથલિ કોન્ટ્રાક્ટની એક્સપાયરીના દિવસે પણ ભારતીય શેરબજારમાં મંદી મજબૂત બની હતી. ગુરુવારે રશિયાએ યુક્રેઇનના વીજમથકો પર હુમલા કર્યા તેની અસર પણ બજાર પર વર્તાઇ હતી. આજનો કડાકો ઓક્ટોબર 3 પછીનો એટલે કે આશરે બે મહિનાના સમયગાળાનો સૌથી મોટો કડાકો હતો. ત્રીજી ઓક્ટોબરે નિફ્ટી અને સેન્સેક્સ 2.1 ટકા જેટલા ઘટયા હતા.

પ્રારંભે 47 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં આશરે 10 વાગ્યા સુધી તેજી જળવાઇ હતી અને તે પછી અચાનક જ કડાકો બોલ્યો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 80,447ની હાઇ અને 79,000ના સ્તરથી પણ નીચે જઇ 78,918ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 1,529 પોઇન્ટની ઊથલપાથલ પછી સેન્સેક્સ અંતે 1,190 પોઇન્ટ એટલે કે 1.48 ટકા ઘટીને 79,043ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પ્રારંભે પાછલા બંધની સપાટીએ જ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,345ની હાઇ અને 23,873ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 472 પોઇન્ટની ઊથલપાથલ પછી અંતે નિફ્ટી 360 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ઘટીને 24,000ની સપાટીથી નીચે 23,914ના સ્તરે બંધ રહ્યો હતો.

બ્રોડર માર્કેટમાં જો કે ધોવાણ ઓછું હતું અને સ્મોલ કેપ શેરોમાં તો તેજીનો માહોલ હતો. મુખ્ય સુચકાંકોને અનુસરીને બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 10 વાગ્યા પછી કડાકાની શરૂઆત તો થઇ હતી પણ દિવસને અંતે પ્રારંભિક ધોવાણ લગભગ સરભર થઇ ગયું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ દિવસને અંતે માત્ર 27 પોઇન્ટ એટલે કે 0.06 ટકા ઘટીને 45,929ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે આનાથી વિપરીત સ્મોલ કેપ ઇન્ડેક્સ 221 પોઇન્ટ એટલે કે 0.41 ટકા વધીને 54,782ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સ્મોલ કેપ શેરોમાં સતત પાંચમાં સેશનમાં તેજી જળવાઇ હતી. આ પાંચ સેશનમાં સ્મોલ કેપ ઇન્ડેક્સ પાંચ ટકાથી પણ વધારે વધ્યો છે. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ આજે 234 પોઇન્ટ એટલે કે 0.23 ટકા ઘટીને 99,861ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આ ઇન્ડેક્સે ફરી એક વાર 1 લાખની સપાટી ગુમાવી હતી.

બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,049 શેરો પૈકી 2,127 વધીને, 1,815 ઘટીને અને 107 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે રૂ. 442.98 લાખ કરોડ એટલે કે 5.24 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. રૂ. 444.48 લાખ કરોડથી રૂ. 1.5 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી એક માત્ર એસબીઆઇનો શેર આજે 0.55 ટકા વધ્યો હતો અને બાકીના બધા શેર 3.48 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એમ એન્ડ એમમાં 3.48 ટકાનો, ઇન્ફોસિસમાં 3.46 ટકાનો, બજાજ ફાયનાન્સમાં 2.84 ટકાનો, અદાણી પોર્ટ્સમાં 2.73 ટકાનો, એચસીએલ ટેકમાં 2.54 ટકાનો, ટેક મહિન્દ્રામાં 2.48 ટકાનો અને ટાઇટનમાં 2.37 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના 50 પૈકી 4 શેર વધીને અને 46 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી પરના શેરો પૈકી અદાણી એન્ટરપ્રાઇસિસ સૌથી વધારે 1.63 ટકા વધ્યો હતો. બીજી તરફ એસબીઆઇ લાઇફમાં 5.41 ટકાનો અને એચડીએફસી લાઇફમાં 3.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 3.96 ટકા વધીને 15.21 થયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી માત્ર ત્રણ જ વધ્યા હતા. વધનારા ઇન્ડેક્સ પૈકી નિફ્ટી પીએસયુ બેંકમાં 0.93 ટકાનો, મિડિયામાં 0.32 ટકાનો અને રિઆલ્ટીમાં 0.04 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 2.39 ટકાનો, ઓટોમાં 1.63 ટકાનો, કન્ઝયુમર ડયુરેબલ્સમાં 1.14 ટકાનો, પ્રાઇવેટ બેંકમાં 1.11 ટકાનો અને ફાયનાન્સિયલ સર્વિસીસીમાં 1.04 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે કે પાછલા સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે અને તે પછી ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ આ બે સેશનમાં જ કુલ 2,953 પોઇન્ટ વધ્યો હતો. તે પછી મંગળારે મંદી અને બુધવારે તેજી છવાઇ હતી. પરંતુ આજે ગુરુવારે ફરી મંદી તીવ્ર બની હતી.

ઓટો શેરોમાં પણ મંદીનું મોજું, ઇન્ડેક્સના ઘટક શેરો પૈકી બે જ વધ્યા

આજે આઇટી શેરો પછી ઓટો શેરોમાં પણ મંદીનો માહોલ સર્જાયો હતો અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સના ઘટક શેરો પૈકી માત્ર બે જ શેર એક્સાઇડ ઇન્ડિયા અને ભારત ફોર્જમાં જ વધારો નોંધાયો હતો. આ શેરો અનુક્રમે 2.69 ટકા અને 0.50 ટકા વધ્યા હતા. બીજી તરફ એમ એન્ડ એમમાં 3.35 ટકાનો, હિરો મોટર કોર્પમાં 1.93 ટકાનો, બજાજ ઓટોમાં 1.85 ટકાનો, આઇશર મોટર્સમાં 1.39 ટકાનો, અશોક લેલેન્ડમાં 1.31 ટકાનો, મધરસનમાં 1.05 ટકાનો અને ટીવીએસ મોટર્સમાં 1.05 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એફઆઇઆઇની રૂ. 11,756 કરોડની નેટ વેચવાલી

ત્રણ દિવસ સુધી ભારતીય શેરબજારમાં સતત નેટ લેવાલી કર્યા પછી એફઆઇઆઇએ આજે ફરીથી ભારતીય શેરબજારમાં જંગી કહી શકાય એવી રૂ. 11,756 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 8,718 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે નવેમ્બર મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો વધીને રૂ. 41,590 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો વધીને રૂ. 38,760 કરોડ થાય છે. 38 સેશનમાં સતત નેટ વેચવાલી કર્યા પછી એફઆઇઆઇએ ચાલુ સપ્તાહના શરૂઆતથી સતત ત્રણ દિવસ એફઆઇઆઇએ નેટ લેવાલી કરી હતી અને આ ત્રણ સેશનમાં નેટ લેવાલીનો આંકડો રૂ. 11,112 કરોડ હતો. આ નેટ લેવાલીનું સાટું એફઆઇઆઇએ આજે એક જ દિવસમાં વાળી દીધું હતું અને રૂ. 11,756 કરોડની નેટ વેચવાલી કરી હતી.

બેન્કિંગ-ફાઈનાન્સિયલ શેરોમાં મિશ્રા ચાલ

આજે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.93 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી બેંકમાં 0.76 ટકાનો, ફાઈનાન્સિયલ સર્વિસીસમાં 1.04 ટકાનો અને પ્રાઇવેટ બેંકમાં 1.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પીએસયુ બેંક ઇન્ડેક્સના ઘટક શેરો પૈકી માત્ર યુનિયન બેંકમાં જ 0.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઇઓબીમાં 3.09 ટકાનો, પીએનબીમાં 2.51 ટકાનો અને પીએસબીમાં 2.15 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ઇન્ડિયાન બેંક, યુકો બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ બરોડાના શેર 1 ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા.

ઇરડાના સૂચિત પગલાંની ભીતિએ લાઇફ ઇન્શ્યોરન્સ શેરોમાં 7 ટકા સુધીનો ઘટાડો

તાજેતરમાં જ કેન્દ્રિય નાણાપ્રધાન સીતારામને બેંકો દ્રારા વીમા પોલિસીનું મિસ સેલિંગ કરવામાં આવે છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે પછી વીમ ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થાના વડા દ્રારા જીવનવીમાનો વ્યવસાય કરતી કંપનીઓના બેંકઇન્શુરન્સમાં પેરેન્ટ બેંકના હિસ્સાના સંદર્ભમાં 50 ટકાની મર્યાદા લાદવામાં આવસે એવો સંકેત આપવામાં આવ્યો છે. આવી મર્યાદાની ભીતિએ જીવનવીમા કંપનીઓના શેરમાં આજે તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ઇન્ટ્રા ડેમાં એસબીઆઇ લાઇફ અને મેક્સ ફાયનાન્સિયલ સર્વિસીસ 7 ટકા અને એચડીએફસી લાઇફ 5.5 ટકા ઘટયો હતો.

આઇટી શેરોમાં કડાકો, ઇન્ડેક્સના તમામ શેરો ઘટયા

આઇટી શેરોમાં આજે તીવ્ર વેચવાલી જોવા મળી હતી, જેને પગલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સના તમામ 10 ઘટક શેરો ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સે સતત બે દિવસ સુધી નવી વિક્રમી ટોચ બનાવી હતી જે પછી પ્રોફિટ બુકિંગ આવતા આઇટી શેરો આજે તૂટયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય