કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેર બજારની ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. 9.34 કલાકે સેન્સેક્સ 40.61 પોઇન્ટના ઘટાડા સાથે 80,193 અંક પર ખૂલ્યો હતો જ્યારે નિફટી 5.05 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 24,269 અંક પર રહ્યો હતો. નવેમ્બર સિરીઝની માસિક સમાપ્તિના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. FIIએ સતત ત્રીજા દિવસે રોકડમાં ખરીદી કરી હતી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. . ગઈ કાલે અમેરિકન બજારોમાં અડધા ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રિ ઓપનિંગ સેશનમાં વધારો
પ્રી-ઓપનિંગ સેશનમાં મિશ્ર હલચલ જોવા મળી હતી. સેન્સેક્સ 283.84 પોઈન્ટ અથવા 0.35 ટકાના વધારા સાથે 80,471.66 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 125.60 પોઈન્ટ અથવા 0.52 ટકાના ઘટાડા સાથે 24,149.30 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 30.00 પોઈન્ટનો વધારો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી લગભગ 0.42 ટકાના વધારા સાથે 38,295.13 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.26 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તાઈવાનનું બજાર 0.24 ટકા ઘટીને 22,280.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.97 ટકા ઘટીને 19,412.20 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કોસ્પીમાં ફ્લેટ ટ્રેડિંગ થઈ રહ્યું છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ 3,314.03 ના સ્તરે 0.13 ટકાનો વધારો દર્શાવે છે.