23 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસShare Market Closing: ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,190 પોઇન્ટ તૂટ્યો

Share Market Closing: ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,190 પોઇન્ટ તૂટ્યો


ગુરુવારે શેરબજારમાં સવારથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યાની વાત કરીએ તો 900 પોઇન્ટનો સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે ક્લોઝિંગની વાત કરીએ તો સેન્સેક્સ  1,190 પોઇન્ટના ઘટાડા સાથે 79,166 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 360 પોઇન્ટના ઘટાડા સાથે 23,914 અંક પર બંધ થયો હતો.    

કેમ માર્કેટ ડાઉન ? 

શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલી, સેન્સેક્સ પોઈન્ટ અને નિફ્ટી પોઈન્ટ્સ 24 હજારના સ્તરથી નીચે આવી ગયા હતા.

સેન્સેક્સના આટલા શેર લાલ નિશાને 

જો આપણે સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે લાલ નિશાન પર પહોંચી ગયા હતા. ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે લીલા નિશાન પર બંધ થયો હતો તે એસબીઆઈનો શેર હતો, જેમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટી 50ના ઘણા શેર લાલ નિશાને 

નિફ્ટીના 50 શેરના ચાર્ટ પર નજર કરીએ તો 4 કંપનીઓના શેર સિવાય 46 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. જે શેરોમાં નિફ્ટી 50માં વધારો જોવા મળ્યો હતો તેમાં ADANIENT, SHRIRAMFIN, SBI અને CIPLA હતા.

માર્કેટ કેપ કેટલું ઘટ્યું?

BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1.52 લાખ કરોડ ઘટીને રૂ. 442.96 લાખ કરોડે પહોંચ્યું હતું. IT શેરોમાં 4% જેટલો ઘટાડો થયો હતો કારણ કે યુએસ ફુગાવાના આંકડા દર્શાવે છે કે વ્યાજ દરમાં કાપની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેશે.

બીજી બાજુ, અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 9.3% જેટલો વધ્યા પછી જૂથે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયે કરાયેલા આરોપમાં તેના મુખ્ય અધિકારીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.

અદાણીના આ શેર્સમાં ઉછાળો 

અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ અનુક્રમે 9% અને 9.3% વધીને સૌથી વધુ નફો મેળવનારા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 8.3% વધીને રૂ. 1,072ની દિવસની ટોચે પહોંચ્યો હતો. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી વિલ્મર અને અદાણી પોર્ટ્સના શેરમાં 5% સુધીનો વધારો થયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય