26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશDigital Mahakumbh: મહાકુંભમાં વિખૂટા પડેલા લોકોને પરિવાર સુધી પહોંચાડશે AI કેમેરા

Digital Mahakumbh: મહાકુંભમાં વિખૂટા પડેલા લોકોને પરિવાર સુધી પહોંચાડશે AI કેમેરા


મહાકુંભની તૈયારીઓને આખરી ઓપ આપી રહેલી યોગી આદિત્યનાથ સરકાર પહેલી વખત આટલા મોટા પાયે આ મહાઆયોજનનું ડિજિટલાઈઝેશન કરી રહી છે. મહાકુંભમાં AIની મદદથી એવા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે, જે 45 કરોડ યાત્રાળુઓની સુરક્ષા માટે 24 કલાક તહેનાત રહેશે. AI લાઈસન્સવાળા આ કેમેરા ઉપરાંત, ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પણ ગુમ થયેલા લોકોને શોધીને તેમને પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

ડિજિટલ ખોયા પાયા કેન્દ્ર ભજવશે નોંધપાત્ર ભૂમિકા

આ વખતે મહાકુંભમાં દેશ-વિદેશથી આવતા અનેક લોકો પોતાના પરિવારથી વિખૂટા પડવાનો ડર રાખ્યા વગર મેળાનો આનંદ માણી શકશે. મેળાના વહીવટીતંત્રએ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ માટે ડિજિટલ ખોયા પાયા કેન્દ્રને 1 ડિસેમ્બરથી લાઈવ કરવામાં આવશે, જેના દ્વારા 328 AI લાયસન્સવાળા કેમેરા સમગ્ર મેળા વિસ્તાર પર નજર રાખશે. મેળા વિસ્તારના ચાર મુખ્ય લોકેશન પર આ તમામ કેમેરાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. યોગી સરકારના નિર્દેશ મુજબ કેમેરાને ઇન્સ્ટોલ કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. સમગ્ર મેળા વિસ્તારને આ સ્પેશ્યલ કેમેરાથી સજ્જ કરવામાં આવશે. એટલે કે, મહાકુંભમાં હવે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારથી અલગ નહીં થઈ શકે.

અત્યાધુનિક AI કેમેરા ગુમ થયેલી વ્યક્તિને તરત શોધી આપશે

મહાકુંભ 2025માં ભાગ લેવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એવા ડિજિટલ ખોયા પાયા કેન્દ્રો બનાવ્યા છે, જે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે અને થોડી ક્ષણોમાં જ ગુમ થયેલી વ્યક્તિને શોધી આપશે. આમાં ગુમ થયેલી વ્યક્તિનું તાત્કાલિક ડિજિટલ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ AI કેમેરા ગુમ થયેલી વ્યક્તિને શોધવાનું શરુ કરશે. એટલું જ નહીં, વ્યક્તિના ગુમ થયાની માહિતી ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ શૅર કરવામાં આવશે. આ વ્યવસ્થા મહાકુંભ મેળાને સલામત બનાવશે તેમજ પરિવારોને તેમના પ્રિયજનો સુધી ઝડપથી અને સરળતાથી જોડવામાં મદદ કરશે.

ફોટો સાથે મેચ કરશે AI

મહાકુંભમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા લોકોની ઓળખ કરવા માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી તરત જ કામ કરશે. મહાકુંભમાં 45 કરોડ લોકો આવવાની સંભાવના છે ત્યારે AI કેમેરા આ મેળાની સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં તરત જ ફોટો પાડીને વ્યક્તિની ઓળખ કરી લેશે. આ કામમાં સોશિયલ મીડિયાનો પણ અસરકારક ઉપયોગ કરવામાં આવશે.

પરિવારજનોને સોંપતા પહેલાં ઓળખનો પુરાવો આપવાનો રહેશે

મહાકુંભ મેળામાં કોઈપણ વ્યક્તિ જે પોતાના પરિવારજનોથી અલગ પડી જાય છે, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે અને તેનું વ્યવસ્થિત ધ્યાન પણ રાખવામાં આવશે. કોઈપણ પુખ્ત, બાળક કે મહિલાને પરત સોંપતા પહેલાં ઓળખનો પુરાવો આપવાનો રહેશે કે તેઓ તે વ્યક્તિને ઓળખે છે અને તેમની ઓળખ અધિકૃત છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય