રાજ્યવ્યાપી GST કૌભાંડમાં ભાજપ ધારાસભ્ય ભગા બારડ ફરી ચર્ચામાં આવ્યા છે,જેમાં રાજકોટમાં પોલીસે ફરિયાદ પણ નોંધી છે.ભાજપ ધારાસભ્ય ભગા બારડના પુત્ર અને ભત્રીજાની સંડોવણી સામે આવી છે જેમાં અમદાવાદ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીઓને પકડવા આજોઠા ગામે પહોંચી છે,અમદાવાદ ખાતે પણ અગાઉ નોંધાયેલ FIRમાં આર્યનની સંડોવણી સામે આવતા પુત્ર અને ભત્રીજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
જાણો કોણ ફરાર છે
જીએસટીના કૌંભાડને લઈ ભાજપના ધારાસભ્યના પુત્ર ફરી ચર્ચામા આવ્યા છે.હાલ ભાજપ ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય, ભત્રીજા વિજય અને રમેશ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે,અમદાવાદમાં ગુનો નોંધાયો ત્યારથી આ લોકો ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે.જીએસટીના બિલમાં કૌંભાંડ કરી સરકારને નુકસાન પહોંચાડવાના હેતુથી આ કાવતરૂ કર્યુ હોવાની વાત સામે આવી છે જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે.
રાજકોટમાં ઝડપાયા અન્ય જીએસટી કૌંભાડના આરોપીઓ
રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કરી આશરે રૂપિયા 60 લાખનું કૌભાંડ આચર્યું છે. મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે બેનામી વ્યવહારો કરતા હતા. અંતે પીઆઇ એસ .એમ .જાડેજા અને ટીમ દ્વારા આ કૌભાંડના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જીએસટી કૌંભાડને લઈ દરોડા પણ પાડયા છે
જીએસટી કૌંભાડને લઈ મોટા વેપારીઓના ત્યાં જીએસટીના અધિકારીઓ દરોડા પાડીને કરચોરી ઝડપી પાડતા હોય છે,બિલમાં જીએસટી ચૂકવવું ના પડે તેને લઈ કૌંભાડ અને તેમાથી છટકવાનો રસ્તો વેપારીઓ શોધી લેતા હોય છે.એક જ જગ્યાએ કર આપવામાં આવે તે માટે વર્ષ 2017માં જીએસટીનો કાયદો લાગુ પડયો હતો.