– વિસ્તાર વાઈઝ 5 ટીમ બનાવી ચેકીંગ હાથ ધરાયું
– ઘરમાંથી છરી, કોયતા, તલવાર, ધારિયા સહિત 50 થી વધુ ઘાતક હથિયાર મળી આવતા પોલીસ ચોંકી ગઈ : 77 વાહનચાલક સામે દંડનિય કાર્યવાહી
તળાજા : તળાજામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને માથાભારે તત્ત્વોને ડામવા માટે સ્થાનિક અને જિલ્લા પોલીસે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરી માથાભારે તત્ત્વોના મકાનમાં તલાશી લેતા ઘરમાંથી છરી, કોયતા, તલવાર, ધારિયા સહિતના ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ હથિયારો સાથે પોલીસે બે શખ્સને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજામાં ગુંડાઓ ઉપર ધાક બેસાડવા અને આમ જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ તળાજા દોડી આવી હતી.