અમદાવાદ શહેર પોલીસ દ્રારા છેલ્લા બે દિવસથી નાઈટના સમયે કોમ્બિંગ નાઈટ યોજે છે,જેમા અમદાવાદ શહેરના ઝોન 1 થી 7માં આ નાઈટ કોમ્બિંગ કરાય છે,વાહન ચેકિંગ અને પ્રોહિબિશનને લઈ કામગીરી કરવામાં આવી છે.સાથે સાથે અસામાજિક પ્રવૃતિ વાળા સ્થળો રેડ કરાશે તેમજ રાત્રે 9 થી 1 દરમિયાન પોલીસ કરશે કોમ્બિંગ.વધુ વાહનો ડિટેન કરવાનો અધિક CPનો આદેશ છે.NDPSના કેસો શોધવા પણ કરાયો આદેશ.
આરટીઓના અપાયા મેમા
અમદાવાદ શહેર પોલીસના 7 ઝોન ઉપરાંત એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસની ટીમોએ સોમવારે સાંજે 7 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા દરમિયાન 12 કલાકની કાર્યવાહી કરી. આ દરમિયાન પોલીસે 1685 વાહનચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસુલ્યો. તો, 1800 વાહનચાલકોને આરટીઓમાં દંડ ભરવાના મેમા પણ આપ્યા હતા. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે, લાયસન્સ અને આર.સી. બુકના ડિજિટલ ડોક્યુમેન્ટસ માન્ય ગણવામાં આવે છે તેમ છતાં અનેક સ્થળે પોલીસે મનમાની કરીને આરટીઓના મેમો આપ્યા હતા. ઉપરાઉપરી બે કોમ્બિંગ નાઇટ દરમિયાન કુલ 3000 જેટલા આરટીઓ મેમા અપાયાનું સૂત્રો કહે છે.
અમદાવાદ શહેરમાં વધ્યું કોમ્બિંગ
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે,અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં જ પોલીસની પોલ ખુલી ગઈ છે.કાર્યવાહીમાં અમદાવાદની વાસ્તવિક્તા સામે આવી છે જેમાં એક જ રાતની કાર્યવાહીમાં ચૌંકાવનારા આંકડા સામે આવ્યા છે.દારૂ પીને રસ્તા પર ફરનાર 470 લોકોની પોલીસે ધરપકડ કરી છે.નિયમ ભંગ બદલ 1791 વાહનો ડિટેઇન કરાયા છે,નિયમ ભંગ બદલ 1685 મેમો ઇશ્યુ કરાયા છે,200 જેટલા હથિયાર લઇને ફરતા શખ્સોને ઝડપ્યા છે,તો 178 લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સતત કોમ્બિંગની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.
ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ
અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.