– બસ ચાલકે શખ્સ વિરૃધ્ધ ગઢડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી
– ચાલક આંબરડીથી સુરત પસેન્જર ભરી ટ્રીપમાં જતા હતા ત્યારે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી
ભાવનગર : વલ્લભીપુર ખાતે રહેતા યુવાન ટ્રાવેલ્સ લઈને આંબરડીથી સુરત પસેન્જર ભરી ટ્રીપમાં જતા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા શખ્સે ચાલકને ગાળો આપી કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે રહેતા અને ડ્રાઈવિંગ નો વ્યવસાય કરતા અશરફભાઈ ઇબ્રાહિમભાઈ સૈયદ ગત તા.૨૪ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યે પ્રમુખદિપ ટ્રાવેલ્સ લઇજસદણ તાલુકાના આંબરડીથી સુરત પેસેન્જર ભરી ટ્રીપમા જતા હતા.