લગ્નની સિઝન પુર બહારમાં જામી છે. અત્યારે સોના અને ચાંદીની ભારે ડિમાન્ડ છે. પરંતુ દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે મંગળવારે સોનું ખરીદવા ઇચ્છતા હોય તેવા લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે આજે 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. અંદાજે 300 રૂપિયા જેટલું સોનું સસ્તુ થયુ છે. 24 કેરેટ સોનાનો ભાવ 78,700 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે, 22 કેરેટ સોનાનો ભાવ 72,100 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. સોના અંગે નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં સોનાના ભાવમાં તેજી જોવા મળશે.
આજે ચાંદીનો ભાવ કેટલો ?
દેશમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ. 91,500 પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે.
સોનું કેમ સસ્તું થયું? શું ઘટાડો ચાલુ રહેશે?
સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી રોકાણકારો અને ખરીદદારો માટે સોનું ખરીદવાની સારી તક ઉભી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને વ્યાજદરમાં સંભવિત વધારાના સંકેતોને કારણે સોનાના ભાવમાં આ ઘટાડો થયો છે. આ સિવાય લગ્નસરાની સિઝનમાં ગ્રાહકોનો ટ્રેન્ડ વધતો હોવા છતાં ભાવમાં થયેલા ઘટાડાથી સોનાની માંગમાં વધુ વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે આ ઘટાડો અસ્થાયી હોઈ શકે છે, કારણ કે વૈશ્વિક બજારમાં આર્થિક અસ્થિરતા અને ફુગાવાના કારણે સોનાના ભાવ ફરી વધી શકે છે.
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 72,150 | 78,700 |
નોઇડા | 72,150 | 78,700 |
ગાઝિયાબાદ | 72,150 | 78,700 |
જયપુર | 72,150 | 78,700 |
ગુડગાંવ | 72,150 | 78,700 |
લખનૌ | 72,150 | 78,700 |
મુંબઈ | 72,000 | 78,550 |
કોલકાતા | 72,000 | 78,550 |
પટના | 72,050 | 78,600 |
અમદાવાદ | 72,050 | 78,600 |
ભુવનેશ્વર | 72,000 | 78,550 |
બેંગલુરુ | 72,000 | 78,550 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.