26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશAndamanના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે 5500 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત, તપાસ શરૂ

Andamanના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે 5500 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત, તપાસ શરૂ


ભારતીય કોસ્ટ ગાર્ડને ફરી એક વખત મોટી સફળતા મળી છે. આંદામાનના દરિયામાંથી એક માછીમારી બોટમાંથી લગભગ 5500 કિલોનો માદક દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત આશરે 25,000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ બોટ કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલોટે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન જોઈ હતી.

કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું, તેને લઈને તપાસ શરૂ

સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો માલ છે. આ કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું અને કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જ એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું હતું અને 8 ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ સિવાય ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

ગુપ્ત માહિતી પર ઓપરેશન આધારિત હતું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સાગર મંથન-4’ નામનું આ ઓપરેશન ગુપ્ત માહિતી પર આધારિત હતું. નૌકાદળે દરિયાઈ પેટ્રોલિંગ એસેટ્સનો ઉપયોગ કરીને જહાજને ઓળખી અને અટકાવ્યું હતું. આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય