26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવિશ્વની સૌથી નાની ગાય 'પુંગનુર' હવે અમરેલીમાં જોવા મળશે

વિશ્વની સૌથી નાની ગાય 'પુંગનુર' હવે અમરેલીમાં જોવા મળશે


સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર પશુપાલનનો વ્યવસાય મોટી સંખ્યામાં લોકો કરે છે, પશુપાલનના વ્યવસાયમાં સૌથી ગીર ગાય મોખરે છે. ગુજરાતમાં ગીર, કાંકરેજ, દેશી અને એચએફ અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે.

પુંગનુર ગાયનું સંવર્ધન કરાશે

અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાય લાવવામાં આવી છે અને આ પુંગનુર ગાયનું સંવર્ધન કરીને ગાયોનું જિલ્લામાં વિકાસ કરવાની નવતર દિશામાં ચલાલા ખાતે આવેલી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દોઢ ફૂટની ગાય અને 2 ફૂટના નંદી લાવવામાં આવ્યો છે.

ચલાલા ગામમાં આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા ચલાવે છે, જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, તેની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશમાં મોટાપાયે કામ કરવામાં આવી રહ્યું છે. ગાય દરરોજ 3 લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે, આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહે છે.

પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચીતુર જિલ્લામાં જોવા મળે છે

જ્યારે આંધ્ર પ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્ય કરવામાં આવે છે, ભારત દેશમાં આ નાની પ્રજાતિની પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચીતુર જિલ્લામાં જોવા મળે છે. છેક આંધ્ર પ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે, પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે, ત્યારે જેની લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે. જેથી ખુબ જ પ્રખ્યાત છે. આખા દિવસમાં પાંચ કિલો ઘાસચારો ખાય છે અને એક કિલો જેટલું ખાણદાણ ખાય છે અને દિવસમાં ત્રણથી પાંચ લીટર સુધી દૂધ આપે છે.

ગાય લગભગ 112 વર્ષ જૂની માનવામાં આવે છે, ગાયના દૂધના 3થી 3.35 ટકા ફેટ આવે છે, જ્યારે આ અમરેલી જિલ્લામાં આ પુંગનુર ગાય પ્રથમવાર ચલાલા ખાતે આવી છે. જેને જોવા અને દર્શનનો લાભ લેવા પણ લોકો આવે છે. ભારતની બજારમાં ગાયની કિંમત અંદાજીત 4 લાખ ગણવામાં આવે છે, ગાય નાની હોય છે જેથી તેના ભાવ લાખોમાં બોલાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવાસ્થાને આ ગાયની કરે છે પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ આ પુંગનુર ગાય પોતાના નિવાસસ્થાને રાખી પૂજા કરે છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી, આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે આનું સંવર્ધન કરી અને અન્ય લોકોને આપવા માટે આ ગાયની ખરીદી કરવામાં આવી છે, પુંગનૂર ગાયનું સંવર્ધન કરીને ગાયોને વિકસિત કરવા અન્ય 37 જેટલી ગીરની ગાયો સાથે આ પુંગનુર ગાયને રાખવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય