26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAnandમાં ભાજપનો દુષ્કર્મી કોર્પોરેટર હજી ફરાર, પીણું પીવડાવી બેભાન કરી આચર્યું દુષ્કર્મ

Anandમાં ભાજપનો દુષ્કર્મી કોર્પોરેટર હજી ફરાર, પીણું પીવડાવી બેભાન કરી આચર્યું દુષ્કર્મ


આણંદમાં દુષ્કર્મ-હુમલા કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા હતા તો ઘટના બાદ આરોપીઓ સાપુતારા ભાગી ગયા હતા અને પોલીસે આરોપીઓેને સાપુતારાથી દબોચ્યા છે,આ કેસમાં ભાજપ કોર્પોરેટર દીપુ પ્રજાપતિ હજુ પણ ફરાર છે,પોલીસે સોહેલ મિર્ઝા, રમીઝ, શહેજાદ મેમણ, સદ્દામને ઝડપી પાડયા છે.કોર્પોરેટરે ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યુ હતુ તો ઘટનામાં કોર્પોરેટરને મહિલાના પરિજનોએ ફટકાર્યો હતો.

પીડિતાના પોલીસ સામે આક્ષેપ

વિદ્યાનગરમાં દુષ્કર્મની પીડિતાના પોલીસ સામે આક્ષેપ છે કે,પોલીસે અભદ્રવર્તન કરી રહી છે જેને લઈ દુષ્કર્મ પીડિતાની જિલ્લા પોલીસ વડાને લેખિત ફરીયાદ કરી છે,પોલીસ દ્વારા ફરિયાદ પરત લેવા માનસિક દબાણ કરવામાં આવે છે,મહિલા કોન્સ્ટેબલની ગેરહાજરીમાં અભદ્ર સવાલો પીડિતાને કરવામાં આવ્યા છે.પરિણીતાની ફરિયાદ છતા આરોપી પોલીસ પકડથી દૂર હોવા છત્તા પોલીસ મજાક સમજી રહી છે.કેફી પીણું પીવડાવી બેભાન કરી આચર્યું હતું દુષ્કર્મ.વીડિયો ફોટો બનાવી પરિણીતાને બ્લેકમેલ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.

ભાજપના કાઉન્સીલર દીપુ પ્રજાપતિ હજુ પોલીસ પકડથી દૂર

પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિને ઝડપી પાડયો નથી પોલીસની રહેમ નજર હેઠળ દીપુ પ્રજાપતિ બહાર ફરી રહ્યો છે,ત્યારે પોલીસે ગઈકાલે 4 આરોપીઓની ધરપકડ કરી છે.આણંદ શહેરના વોર્ડ નં. 6ના એક કાઉન્સિલરે રાત્રિના સુમારે એક મહિલાના ઘરમાં ઘુસી જઈને દુષ્કર્મ આચરતા મામલો ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. પાલિકાના શાસક પક્ષના કાઉન્સિલરના કરતૂતથી સમગ્ર શહેરમાં ચકચાર સાથે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.આ ઉપરાંત મહિલાના પતિએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કાઉન્સિલરને મેથીપાક પણ ચખાડયો હતો. આણંદ ટાઉન પોલીસે મહિલાની ફરિયાદ આધારે આરોપી નગરસેવક દિપુ પ્રજાપતિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દીપુ પ્રજાપતિએ અગાઉ પણ દુષ્કર્મનો કર્યો પ્રયાસ

મહિના અગાઉ તેણે પીડિતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી પીડિતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું નહીં અને તેણે દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધી હતી. જેથી દીપુ પ્રજાપતિએ તેને વારંવાર મારી સાથે વાતચીત કેમ કરતી નથી. એવું કહીને ધમકીઓ પણ આપી હતી. શનિવારે મોડી રાત્રે 11:30 વાગે ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પીડિતાના ઘરમાં ગયો હતો. ત્યારે પીડિતા તેના બે બાળકો સાથે સુતી હતી. તે સમયે દીપુ પ્રજાપતિએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે મહિલાનો પતિ આવી જતા અને તેને ઘટનાની જાણ થતા બૂમો પાડતા આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા.

નગરસેવક દીપુ પ્રજાપતિને ભાજપે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ જાહેર કર્યો

આણંદ શહેરમાં ભાજપી કાઉન્સિલર સામે ગંભીર આરોપને કારણે જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલે દિલીપ ઉર્ફે દિપુ ગોરધનભાઈ પ્રજાપતિ પાલિકાના વોર્ડ નં-6માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે. જે પાર્ટીની ગરીમાને નુકશાનકર્તા હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીની સુચના અનુસાર પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું ફરમાન જારી કર્યું હતું.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય