વડોદરામાં સરકારી આવાસમાં લુખ્ખાતત્વોનો અડિંગો જામી ગયો છે,અટલાદરા વિસ્તારમાં આવેલા મકાનમાં અડિંગો જમાવીને લુખ્ખાતત્વો મોડી રાત સુધી દારૂની મહેફિલ માણતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.આવાસ ખાલી છે અને તેમાં કોઈ રહેતું નથી અને દારૂની મહેફિલ કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે,મહિલાઓનું કહેવું છે કે રાત્રીના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
અટલાદરામાં ખાલી આવાસોમાં દારૂની મહેફિલ
વડોદરાનો અટલાદરા વિસ્તાર એ ટોપનો વિસ્તાર ગણવામાં આવે છે જેમાં અસામાજિક તત્વો આવાસમાં દારૂની મહેફિલ માણતા હોય તેવી વાત સામે આવી છે,તો મહિલાઓનો આક્ષેપ છે કે રાત્રે 10 વાગ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ થયું છે કેમકે,મહિલાઓ બહાર નીકળે તો ટપોરીઓ તેમની મજાક કરે છે અને ન્યુસન્સ ઉભુ કરે છે,ત્યારે પોલીસ પણ આવા લુખ્ખાતત્વોની સામે કાર્યવાહી કરતી નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.
બારી-બારણાંની પણ ચોરી
આ જે આવાસો છે તેમાં બારી-બારણાની પણ ચોરી કરી દેવામાં આવી છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે.ગુલાબી આવાસમાં 80 ટકા આવાસ ફાળવવાના બાકી છે જયારે 2200 પૈકી 200 જ આવાસ આવ્યા છે ફાળવવામાં આવ્યા છે,આ આવાસમાં કોઈ રહેવા આવવા માટે તૈયાર નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે.ખાલી આવાસ હોવાથી અહીંયા દારૂની મહેફિલ માણવા લોકો આવી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
પોલીસ શું કરે છે
અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની શું મચ્છર મારી રહી છે ? કેમ પેટ્રોલિંગની કામગીરી નથી થતી બરોબર ? પોલીસ જાગી જાવ અને આવી મહેફિલ થતી હોય ત્યાં દરોડા પાડો અને આરોપીઓને ઝડપીને તેમની સામે કાર્યવાહી કરો કેમ કે,જો મહિલાઓ રાત્રે 10 વાગ્યા પછી ઘરની બહાર નીકળી ના શકતી હોય ને તો આ ગુજરાતની તાસીર નથી,પોલીસ આવા આસામાજિક તત્વોને જાહેરમાં ફટકારો અને કામગીરી કરો,સ્થાનિકોની વાત માનો અને આવા આવાસમાં પેટ્રોલિંગ કરો તે જરૂરી બન્યું છે.