30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad પોલીસના ઝોન-6માં અડધા કરોડ ઉપરના વિદેશી દારૂનો કરાયો નાશ, વાંચો Story

Ahmedabad પોલીસના ઝોન-6માં અડધા કરોડ ઉપરના વિદેશી દારૂનો કરાયો નાશ, વાંચો Story


અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.

કોર્ટની મંજૂરી મેળવી નાશ કરાયો

અમદાવાદ શહેરના ઇન્ચાર્જ સયુંકત પોલીસ કમિશનર સેકટર 02, નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર ઝોન 06, રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 ના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, છેલ્લા એક વર્ષમાં પકડાયેલ આશરે અડધા કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો.

વિદેશી દારૂ અને બિયરનો નાશ

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની, સિટી એસડીએમ વસંતકુંવરબા તથા અમદાવાદના ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક આર.આર. ઠાકોર, ઝોન 06વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી.વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં મણિનગર પોલીસ સ્ટેશનના કુલ 30 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 186 કિંમત રૂ. 48,132/-, ઈસનપુર પોલીસ સ્ટેશનના કુલ 25 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 66 કિંમત રૂ. 1,10,774/-, વટવા પોલીસ સ્ટેશનના કુલ 33 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 5495 કિંમત રૂ. 11,46,037/-, જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનના કુલ 20 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 1363 કિંમત રૂ. 3,41,741/-, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કુલ 62 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 9399 કિંમત રૂ. 14,66,177/-, દાણીલીમડા પોલીસ સ્ટેશનના કુલ 76 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 7101 કિંમત રૂ. 13,77,497/-, નારોલ પોલીસ સ્ટેશનના કુલ 40 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 1978 કિંમત રૂ. 4,93,120/.

દારૂનો કરાયો નાશ

જે ડિવિઝન અને કે ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશનના 286 ગુનાની વિદેશી દારૂની બોટલ નંગ 25,587 કુલ કિંમત રૂ. 49,83,478/- ના વિદેશી દારૂનું રોલર ફેરવી અને નારોલ વિસ્તારમાં ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. અમદાવાદ શહેરના ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ અને નાશ કરવામાં આવેલ આશરે 286 કેસોના 25500 જેટલી વિદેશી દારૂની કુલ કિંમત આશરે અડધો કરોડ થવા જાય છે. આ પહેલા ગયા વર્ષે તા. 10.12.2023 ના રોજ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાઈંઠ લાખની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો.આમ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય