27 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
27 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGold Rate Today: લગ્ન સિઝનમાં સોનું ફરી એકવાર મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: લગ્ન સિઝનમાં સોનું ફરી એકવાર મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ


હાલ લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં સોનાના ભાવમાં ફરી એતવાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની સરખામણીએ આજે એટલે કે 21 નવેમ્બર ગુરુવારે ​​સોનું 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. 24 કેરેટ સોનાનો ભાવ 77,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 71,300 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં વધારો
મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 3600 રૂપિયાનો ઘટાડો થયો હતો, પરંતુ હવે સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. સોનાની કિંમત 77,000 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 92,000 છે. ગઈકાલની સરખામણીમાં આજે તેમાં લગભગ 400 રૂપિયાનો વધારો થયો છે. એશિયન માર્કેટમાં ચાંદી 0.99 ટકા ઘટીને 31.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

સોનાની ભાવમાં કેમ થઇ રહ્યો છે વધારો ?
સ્થાનિક જ્વેલર્સે લગ્ન માટે સોનું ખરીદ્યું હોવાથી સોનાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. તે જ સમયે, રશિયા-યુક્રેન સંઘર્ષે પરમાણુ જોખમો વિશે તાજી આશંકા ઊભી કરી છે, જેણે સલામત રોકાણ વિકલ્પ તરીકે સોનાની માંગમાં વધારો કર્યો છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર મજબૂત થવાને કારણે બુલિયનના ભાવ પર અસર પડી છે.

શહેર 
22 કેરેટ સોનાનો ભાવ  24 કેરેટ સોનાનો ભાવ
દિલ્હી  71,310  77,770
મુંબઈ  71,550  77,620
અમદાવાદ  71,200  77,670
ચેન્નાઈ  71,550  77,620
કોલકાતા  71,550  77,620 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય