અર્જુન તેંડુલકર અને પૃથ્વી શો સારા મિત્ર છે. હવે અર્જુન તેંડુલકરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે પૃથ્વી શોનો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં પૃથ્વી જે કરતો જોવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. વિડીયો જોયા પછી તમને કેમ નવાઈ લાગશે તેની પાછળ એક કહાની છે.
અર્જુન તેંડુલકરે પૃથ્વી શોનો વીડિયો કર્યો શેર
હાલમાં જ પૃથ્વી શોને મુંબઈની રણજી ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. શોને બાકાત રાખવાનું કારણ તેનું વધેલું વજન હતું. આ પછી બધાએ પૃથ્વી શોને વજન ઘટાડવા માટે તેની ફિટનેસ પર સખત મહેનત કરતા જોયો અને તેને જીમમાં પરસેવો પાડતો પણ જોયો. પરંતુ, હવે અર્જુન તેંડુલકરે જે વીડિયો પોસ્ટ કર્યો છે તે પૃથ્વીની આ બધી મહેનત પર પાણી રેડી દેવા જેવો છે.
વજનની સમસ્યા વચ્ચે બિરયાની ખાતા શોનો વીડિયો વાયરલ
અર્જુન તેંડુલકરની ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પૃથ્વી શો આનંદથી બિરયાની ખાતા જોવા મળે છે. તેની સાથે તેના મિત્રો પણ છે. અર્જુન, તેનો એક મિત્ર પણ ત્યાં હશે કારણ કે એવું લાગે છે કે તેણે પોતે જ આ વીડિયો બનાવ્યો છે. અર્જુન તેંડુલકરે બિરયાની ખાધી છે કે નહીં તે અમે ચોક્કસ કહી શકતા નથી. હવે એક તરફ પૃથ્વી શોને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ તે બિરયાની ખાઈ રહ્યો છે. આ રીતે ખાવાથી જીમમાં પરસેવાથી જે વજન ઘટી રહ્યું છે તે બમણું ઝડપથી વધી શકે છે.
અર્જુને 5 વિકેટ લઈને મચાવ્યો હતો કહેર
અર્જુન તેંડુલકર તાજેતરમાં રણજી ટ્રોફીમાં 5 વિકેટ લઈને ચર્ચામાં આવ્યો હતો. તેણે ગોવા તરફથી રમતા અરુણાચલ પ્રદેશ સામે આ કારનામું કર્યું હતું. પૃથ્વી શોની વાત કરીએ તો તેણે રણજી ટ્રોફીમાં તેની છેલ્લી મેચ ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર સામે રમી હતી.