લાકડાનાં ધોકા અને ધારદાર હથિયાર વડે માથાનાં ભાગે મારી ઈજાઓ પહોંચાડી, છોડાવવા વચ્ચે પડતા મિત્રને પણ ઢીબી નાખ્યો
ગાંધીધામ: અંજારનાં મેઘપર બોરીચીમાં આવેલી ભક્તિધામ સોસાયટીમાં ત્રણ શખ્સોએ મુન્દ્રાનાં યુવાન પર ધોકા વડે હુમલો કરી માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ યુવાનને બચાવવાં વચ્ચે પડતા તેના મિત્રને પણ મારમારી ઈજાઓ પહોંચાડતા ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.
મુન્દ્રામાં ગીતા હોસ્પિટલ પાછળ રહેતા મેહુલ વિષ્ણુભાઈ મારાજે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, મેઘપર બોરીચીમાં ભક્તિધામ રહેતી ફરિયાદીની ગર્લફ્રેઈન્ડને હોટલમાં જમવાનું પાર્સલ કરી આપવા ગયો હતો. જેમાં પરત ફરતી વખતે સોસાયટી માંજ
ત્રણ શખ્સો ડેવિડ ગેલ્ન કેલન, કોલીન મોરેસ કેલન અને જીમિ આયવેન મેલવેન (રહે.