અમદવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે લાવવા માટે હાથ ધરાઈ રહેલી કામગીરી સંતોષકારક ન હોવાને કારણે AMC કમિશનર એમ. થેન્નારસને ઈજનેર અધિકારીઓને આડે હાથે લીધા હતા.
શહેરના થલતેજ, ઘાટલોડિયા, બોડકદેવ, SG હાઇવે સહિતના વિસ્તારોમાં કેટલાક રોડ પર તૂટેલી ફ્ટપાથ, રોડ પર કચરો, યોગ્ય રીતે કરબિંગ કરેલા નહોતા વગેરે ખામીઓ જોવા મળતાં ઇજનેર વિભાગના એન્જિનિયરો પર રોષે ભરાઈને AMC કમિશનરે, ડેપ્યુટી સીટી ઇજનેર અને એડિશનલ સીટી ઇજનેરને શો કોઝ નોટિસ આપવા સહિત અન્ય સામે પગલાં લેવા સૂચના આપી હતી. એટલુંજ નહીં પરંતુ એન્જીનિયરોને નોકરીમાંથી કાઢી મુકવા સુધીની ચીમકી આપી હતી. ડે. મેયર જતીન પટેલે રજુઆત કરવા છતાં ઘાટલોડિયામાં રોડ પરના ખાડા, પેચવર્ક કામ નહીં કરાતા હોવાની ફરિયાદને ખૂબ જ ગંભીર ગણીને મ્યુનિ. કમિશનરે SOP બનાવવા DYMC અને સિટી એન્જિનીયરને સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે તો મજૂરો પણ આવી ગયા છે અને મટીરીયલ્સ પણ મળતું હોવાથી માઈક્રો રીસરફેસ સહિત રોડના કામો ઝડપથી પૂરા કરવા તાકીદ કરી છે.
AMC કમિશનર એમ. થેન્નારસને, રોડ, ખાડા સહિતની ફરિયાદો પોતાના સુધી આવતી હોવા મામલે બે DYMC સામે ભારે નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, તમે આ બધું ધ્યાન આપતા નથી અને સાંભળતા નથી ત્યારે આ બધી ફરિયાદો મારી સુધી આવે છે. અમરાઈવાડીમાં પબ્લીક ટોઈલેટ અને કોમ્યુનિટી ટોઈલેટ નોર્મ્સ મુજબ ન હોવા અંગે કમિશનરે નારાજગી દર્શાવી હતી. પીરાણામાં કચરાના ઢગલામાં આગ અને ધુમાડાને કારણે આશ્રામરોડ, ચાંદખેડા સુધી એર પોલ્યુશન ફેલાતું હોવા અંગે પગલાં લેવા તેમણે સૂચના આપી હતી. મ્યુનિ.કમિશનરે કહ્યું કે તમે એન્જિનીયર છો, દરેક કામમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું ના હોય. ઉત્તર ઝોનમાં ડ્રેનેજના પાણી મામલે યોગ્ય પગલાં લેવા ઈન્જર અધિકારીને તાકીદ કરી હતી.