ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી મેચમાં એકમાત્ર ગોલ દીપિકાએ કર્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને એક પણ મેચ હારી ન હતી. ચીનને હરાવીને ભારતે ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો અને દક્ષિણ કોરિયાની બરાબરી પણ કરી.
બિહારના સીએમ એ કરી મોટી જાહેરાત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભારતીય મહિલા હોકી ટીમને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને ટીમની દરેક ખેલાડીને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે.
બિહારના રાજગીરમાં આ કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું આયોજન
આ વખતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન બિહારના રાજગીરમાં કરવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ટ્વિટ કર્યું છે ટીમના બાકીના સપોર્ટ સ્ટાફને પણ 5 લાખ રૂપિયાની રોકડ રકમથી પુરસ્કાર આપવામાં આવશે. ભારતીય મહિલા ટીમને ભવિષ્ય માટે શુભકામનાઓ.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ ભારતીય ટીમની રમતની પ્રશંસા કરી હતી. બિહારમાં ભારતીય મહિલા હોકી ટીમ માટે આ ઐતિહાસિક જીત છે જ્યાં પ્રથમ વખત આવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીમે દરેક ભારતીયનું દિલ ગર્વથી ભરી દીધું છે. ટીમના તમામ ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે રમ્યા.
યોગી આદિત્યનાથે પણ ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતનાર ભારતીય મહિલા ટીમ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે માતૃશક્તિને અભિનંદન. ACT ફાઈનલમાં ચીનને હરાવીને વૈશ્વિક ક્ષિતિજ પર દેશને ગૌરવ અપાવવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને હાર્દિક અભિનંદન. તમે બધા 140 કરોડ ભારતીયોનું ગૌરવ છો. આપ સૌને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
ક્રિકેટ સ્ટેડિયમને લઈને કહી મોટી વાત
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હું ભારતીય ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. બિહારમાં જે રીતે રમતગમતનું વાતાવરણ વિકસી રહ્યું છે, આગામી દિવસોમાં આપણું ક્રિકેટ સ્ટેડિયમ એક વર્ષમાં તૈયાર થઈ જશે.