23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટકૌભાંડ સામે બંડના સંસ્કાર ન ચાલ્યા, નાગરિક બેંકમાં સહકાર પેનલ વિજયી

કૌભાંડ સામે બંડના સંસ્કાર ન ચાલ્યા, નાગરિક બેંકમાં સહકાર પેનલ વિજયી


– હિસ્ટ્રી રિપિટ્સ : ચોથા બળવાનો પણ અગાઉના ત્રણ જેવો અંજામ

– મણિયારની પેનલના ૧૧ પરાજિતોને માત્ર ૩૨થી ૩૮ મત, શાસક જૂથનાં ઉમેદવારો ૧૫૦થી ૨૯૦ મત મેળવીને ડિરેક્ટર ચૂંટાયાં

રાજકોટ: ભાજપ આગેવાનોનાં જ બે જૂથ વચ્ચે લડાયેલી અને પ્રતિષ્ઠાના જંગસમી રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીની મતગણના આજે હાથ ધરવામાં આવતાં વ્યાપક ધારણા મુજબનું જ પરિણામ આવ્યું છે. ચૂંટણીપાત્ર ૧૫ બેઠકો પર વર્તમાન શાસક જૂથની સહકાર પેનલનાં તમામ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે અને કૌભાંડ મુદ્દે પડકાર ફેંકી મેદાનમાં ઉતરેલી સંસ્કાર પેનલનો રકાસ થયો છે.

૩૮ શાખાઓ મારફત ૧૦ હજાર કરોડનું ટર્નઓવર અને સાડા ત્રણ લાખ સભાસદો ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં આમ તો ભાજપ- આરએસએસની ઘરઆંગણાંની પ્રક્રિયાને અનુલક્ષીને સમરસ પ્રકારે ડિરેક્ટરો નિમાતાં હોય છે પરંતુ આ વખતે બેન્કમાં લોન કૌભાંડ મામલે ફરિયાદો- આક્ષેપો કરીને ભાજપ- સંઘના કલ્પક મણિયારે બંડ પોકારીને તેના મામા એવા જ્યોતિન્દ્ર મહેતાનાં જૂથની સહકાર પેનલ સામે સંસ્કાર પેનલ ઉતારી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય