સરકાર ડુંગળી નિકાસ બાબતે સહાય કરે તેવી ખેડૂતોની માગણી
કમોસમી વરસાદને લીધે ડુંગળીનાં વાવેતર પાછળ ખર્ચ વધુ થયો છે પરંતુ પુરતા ભાવ નહીં મળતા ખેડૂતોની કફોડી સ્થિતિ, વેપારીઓના મતે ડુંગળીની ક્વોલીટી નબળી
ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની હોબેશ આવક વધી રહી છે જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવા ભાવ મળતા નથી જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.એમાં ય ખેડૂતો ડૂંગળીના વેચાણ કરી જે નાણા ઉપજે છે એમાં રાતાં પાણીએ રડી રહ્યા છે.જયારે મગફળીમાં ટેકાના સરકારી ભાવ કરતા નીચા ભાવે મગફળી પડાવી લેવાતી હોવાની લાગણી ખેડૂતો અનુભવે છે.