30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગુજરાત સરકારનું ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ ઓપરેશન 'ગંગાજળ', વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા

ગુજરાત સરકારનું ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ ઓપરેશન 'ગંગાજળ', વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા


ગુજરાત સરકારે વધુ એક વખત સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. રાજ્યના વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે.

આ 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા

નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે. તમને જણાવી દઈએ કે જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા તો પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા.

જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય