Detox Drink Benefits: શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક ઉપાય કરીએ છીએ. જો તમે તમારા શરીરને ફીટ રાખવા માગતા હોવ તો સવારે ખાલી પેટ વરિયાળી, જીરું અને અજમાથી બનેલ પાણીનું સેવન કરવું જોઈએ. ભારતીય કિચનમાં સરળતાથી મળી આવતા આ મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે 1 અઠવાડિયા સુધી આ પાણીનું સેવન કરો તો તે શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ પાણીનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. આટલું જ નહીં તે વજન ઘટાડવા માટે પણ સારું માનવામાં આવે છે.