KYC Norms of Banks: રિઝર્વ બૅન્કે તમામ બૅન્કોને કેવાયસી મુદ્દે ટકોર કરી છે, તેમજ કેવાયસીમાં વિલંબ કે અધૂરા કેવાયસી પર એકાઉન્ટ ફ્રીઝ કે ડોરમેટ કરનારી બૅન્કોને ફટકાર પણ લગાવ્યો છે. બૅન્કોની ભૂલનો ભોગ ગ્રાહકો બની રહ્યા હોવાનું જણાવતાં આરબીઆઇએ બૅન્કોને કેવાયસીના દિશાનિર્દેશોનું ચુસ્તપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરવા આદેશ કર્યો છે અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું છે.
કેવાયસીમાં પારદર્શિતા જળવાય તે જરૂરી
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ખાનગી બૅન્કોના ડિરેક્ટર્સના સંમેલનમાં કહ્યું હતું કે, બૅન્કો કેવાયસીના દિશા-નિર્દેશોનું પાલન પ્રમાણિકતા, પારદર્શિતા અને સહાનુભૂતિ સાથે કરે. બૅન્કો કેવાયસીના અભાવે ગ્રાહકોના એકાઉન્ટને ડોરમેટ અથવા ફ્રીઝ કરી દે છે.