30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશMaharashtra Elections: આ રાજ્યનું અર્થતંત્ર ઘણું મોટું, આર્થિક રાજધાની કહેવાનું જાણો કારણ

Maharashtra Elections: આ રાજ્યનું અર્થતંત્ર ઘણું મોટું, આર્થિક રાજધાની કહેવાનું જાણો કારણ


મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની આ વિધાનસભા ચૂંટણીઓ લોકપ્રિય યોજનાઓની આસપાસ યોજાઈ રહી છે, જેમાં ભાજપ, એકનાથ શિંદે અને અજિત પવારના સંગઠન NDAએ લાડકી બહિન યોજના અને કેટલીક અન્ય મફત યોજનાઓનો લાભ આપવાનું વચન આપ્યું છે.

જ્યારે બીજી તરફ, ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પણ સમાન યોજનાઓનો લાભ આપવાનું વચન આપ્યું છે.

મહારાષ્ટ્ર દેશની સૌથી વધુ કમાણી કરતું રાજ્ય કેમ?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી કોની સરકાર બનશે, એનડીએ કે ઈન્ડિયા ગઠબંધન. આ બંનેએ ચૂંટણીમાં બનાવેલી ફ્રી સ્કીમને લાગુ કરવી પડશે અને તેની મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર ચોક્કસ અસર પડશે. મહારાષ્ટ્રને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે અને અહીં સરેરાશ માથાદીઠ આવક ઉત્તર ભારતના રાજ્યો કરતાં ઘણી વધારે છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશનું સૌથી વધુ કમાણી કરતું રાજ્ય કેમ છે.

દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું કેટલું છે યોગદાન?

ફાઈનાશિયલ યર 2023-24 માટે મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણ મુજબ, રાજ્યની ઈકોનોમી 7.6 ટકાના દરે વધી છે. આર્થિક સમીક્ષા મુજબ 2023-24 માટે રાજ્યનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 40,44,251 કરોડ રૂપિયા હતું. જ્યારે ફાઈનાશિયલ યર 2024-25 માટે રાજ્યનું કુલ સ્થાનિક ઉત્પાદન 42,67,771 કરોડ હોવાનું અંદાજ છે. જે 2023-24 કરતા 5.5 ટકા વધુ છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો 13.9 ટકા છે, જે આપોઆપ રાજ્યને આર્થિક રાજધાનીનો દરજ્જો આપે છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મહારાષ્ટ્ર નંબર 1

દેશમાં હાલની મોટી કંપનીઓની હેડ ઓફિસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સરેરાશ માથાદીઠ આવક પણ સારી છે. આ કારણોસર મહારાષ્ટ્ર ડાયરેક્ટર ટેક્સ ક્લેક્શનના મામલે દેશનું નંબર વન રાજ્ય છે. ગયા નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્રમાં 7,61,716.30 કરોડનો ડાયરેક્ટ ટેક્સ આવ્યો હતો. સમગ્ર દેશમાં એકત્ર કરાયેલા કુલ ડાયરેક્ટ ટેક્સમાં મહારાષ્ટ્રનો હિસ્સો 39 ટકા છે.

પ્રતિ વ્યક્તિ આવકમાં છઠ્ઠા નંબર પર

2023-24ના મહારાષ્ટ્રના આર્થિક સર્વે મુજબ રાજ્યની માથાદીઠ આવક વાર્ષિક 2,52,389 હતી. જે દેશમાં છઠ્ઠા નંબર પર છે. તેલંગાણા નંબર વન પર છે જ્યાં માથાદીઠ આવક 3,11,649 રૂપિયા છે. નાણાકીય વર્ષ 2022-23માં દેશની કુલ નિકાસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 16 ટકા હતો. રાષ્ટ્રીય ઔદ્યોગિક ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો ફાળો 20 ટકા છે. એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં, મહારાષ્ટ્રે 67.21 બિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય