Treatment of Heart Disease : ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગની સારવારમાં ય ઘણો ભેદભાવ દાખવવામાં આવી રહ્યો હોવાની વાત બહાર આવી છે જેમકે, પીએમજેવાયએ યોજનામાં ડોક્ટરો દર્દીઓની જાણ બહાર હલકી કક્ષાનું સ્ટેન્ટ નાંખી દે છે. ડોક્ટરો દર્દીને દર્દીના પરિવારજનને સ્ટેન્ટ વિશે માહિતી સુદ્ધાં આપતાં નથી. બીજી તરફ, આ જ ડોક્ટરો રોકડા આપો તો, સ્ટાન્ડર્ડ મેડિકેટેડ સ્ટેન્ટ નાંખે છે. સાથે સાથે દર્દી અને પરિવારજનોને બધી માહિતીથી માહિતગાર કરતાં હોય છે.
પૈસા આપો તો દર્દીને ફોરેનના મેડિકેટેડ સ્ટેન્ટ વિશે માહિતી અપાય છે, બાકી બઘું જ પોલંપોલ