અમદાવાદ મનપા અને પોલીસ વિભાગ સિગ્નલોની કાયાપલટ કરશે જેમાં સિગ્નલ, ડિવાઇડર, વોક-વે સહિતમાં કાયાપલટ કરવામાં આવશે,2 તબક્કામાં નવીનીકરણની કામગીરી થશે જેમાં પ્રથમ તબક્કામાં 29 સિગ્નલનું થશે નવીનીકરણ તો બીજા તબક્કામાં 45 સિગ્નલનું થશે નવીનીકરણ તો 7 કરોડના ખર્ચે થશે આ તમામ સિગ્નલોનું નવીનીકરણ કરવામાં આવશે.
બે તબક્કામાં કરાશે કામગીરી
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન અને પોલીસ વિભાગ ભેગા મળીને શહેરના ટ્રાફિક સિગ્નલોની કાયાપાલટ કરશે સાથે સાથે સિગ્નલ , ડીવાયડર , વોક વે , ગાર્ડનિંગ સહિતની બાબતમાં બદલાવ થશે,ટૂંક સમયમાં આ કામગીરી કરવામાં આવશે અને બે અલગ-અલગ તબક્કામાં કામગીરી કરવામાં આવશે,ગુજરાતમાં સૌપ્રથમ વખત મૂવિંગ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. એની શરૂઆત અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા એસજી વન અને એસજી ટૂ પોલીસ સ્ટેશનની કેટલીક પીસીઆર વાનમાં આ પ્રકારે મોબાઈલ મારફત રેકોર્ડિંગ કરવામાં આવે છે.
શહેરીજનોને નહી પડે તકલીફ
AMC દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે સાથે રાહદારીઓને ચાલવા અને રસ્તો ઓળંગવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા તેમજ રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત ઘટાડવા માટે રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે ટ્રાફિક જંકશન ડેવલપ કરવામાં આવશે. જેના પરિણામે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે રાહદારીઓને રસ્તાની બાજુએ ચાલતી તેમજ રસ્તો ઓળંગવામાં વધુ સરળતા રહેશે.
74 જંકશન આવરી લેવાશે
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, શહેરમાં વિવિધ જંકશન પર આ ડિઝાઇન પ્રમાણે કરવાની થતી કામગીરીમાં તંત્ર દ્વારા પ્રથમ વખત ટેન્ડર કરવામાં આવતા કોઇ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહોતો તેમજ બે વાર સીંગલ ટેન્ડરો આવતા મ્યુનિસિપલ દ્વારા ત્રીજી વખત ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. જોકે ત્રીજી વખત બે ટેન્ડર આવતા લોએસ્ટ એવા 47 ટકા વધારે રકમના રૂપિયા 10 કરોડની દરખાસ્તને મંજૂર કરાઈ છે. અગાઉ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા વિવિધ જંકશનનો સર્વે કરી તે માટે 74 જેટલા જંકશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.