વિક્રમ સંવત 2081 કારતક વદ પાંચમને બુધવાર, સૂર્ય ચંદ્રનો ત્રિકોણયોગ
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
હરીફો-શત્રુથી સાવધાન રહેવું, તબિયત, અકસ્માત ભય, ખર્ચના પ્રસંગો, નોકરી ધંધા માટે સાનુકૂળતા.
વૃષભ રાશિ
કેટલાક અગત્યના કામકાજમાં પ્રગતિ, જમીન-મકાન બાબત ખર્ચ, સંતાન ચિંતા.
મિથુન રાશિ
સંપત્તિ-વાહન અંગે મુશ્કેલી જણાય, વ્યવસાયિક કાર્યમાં સફળતા, માનસિક તણાવ હળવો થાય.
કર્ક રાશિ
આપના મનના ઓરતા બર આવે, પ્રવાસ-મિલન મુલાકાતો ફળે, કાર્ય સફળતા અને મિત્રનો સહકાર.
સિંહ રાશિ
કૌટુંબિક ચિંતા, ખર્ચ વધે, તબિયતનું ધ્યાન રાખવું, અવરોધ બાદ સફળતા
કન્યા રાશિ
માનસિક તણાવ, ગૃહજીવનમાં મનદુઃખ, ભાગીદારીમાં સાચવવું, કાર્ય લાભ મળે, વિઘ્ન દૂર થાય.
તુલા રાશિ
આરોગ્ય સાચવવું, અકસ્માત ભય, શત્રુ ભય દૂર થાય, નોકરીમાં કાર્યભાર રહે, આર્થિક સમસ્યા હલ થાય.
વૃશ્ચિક રાશિ
પ્રવાસ સફળ, આર્થિક કાર્ય થાય, ઉન્નતિકારક તક, સ્નેહીથી મિલન.
ધન રાશિ
વ્યવસાયમાં તણાવ, નાણાભીડ મૂંઝવે, ગૃહજીવનમાં સંવાદિતા, તબિયત સુધરે.
મકર રાશિ
ભાગ્યમાં પરિવર્તન, પ્રવાસમાં વિલંબ, સ્નેહીથી સહયોગ, કાર્ય સફળતા મળે.
કુંભ રાશિ
વિઘ્ન દૂર થાય, વિજય, સફળતા મળે, તબિયત સાચવવી, ઈજાથી સંભાળવું.
મીન રાશિ
સામાજિક કાર્ય થાય, જીવનસાથીનો સહકાર, નાણાકીય ચિંતા ઉકેલાય, પ્રવાસ ફળે.