Meta Fined 213 Crore: ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. 2021ની વોટ્સએપ પ્રાઇવસી અપડેટના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રાઇવસી અપડેટ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જે માટે આ દંડ અને બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમજ કંપનીને આ પ્રકારની પ્રવૃત્તિઓથી ભવિષ્યમાં દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.