ગુજરાતી ફિલ્મોમાં હવે ખુબ એક્સપિરીમેન્ટ થઇ રહ્યા છે. નવી ફિલ્મો આજના સમાજને ખુબ સારી રીતે દર્શાવે છે આવી જ એક ફિલ્મ હાલમાં ધુમ મચાવવા આવી રહી છે. 22 નવેમ્બરે ગુજરાતી ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યેશ દોશી, જગત ગાંધી તથા કો-પ્રોડ્યુસર મનોજ આહિર છે. ફિલ્મને ‘વેનિલા આઇસક્રીમ’ ફૅમ ડિરેક્ટર પ્રીતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની ઉપરાંત હિતેન કુમાર, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્મમાં પાથર્યા છે.
ફિલ્મની વાર્તા જ્હાન્વી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું અત્યંત સુંદર મ્યુઝિક આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. બોલિવૂડ ફિલ્મોમાં બીજીએમ મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મને વધુ મ્યુઝિકલ બનાવાઈ છે.
ફિલ્મ 40 દિવસમાં પૂરી થઈ હતી
અમદાવાદ-વડોદરામાં શૂટિંગ થયું છે, ફિલ્મ 40 દિવસમાં પૂરી થઈ હતી ને અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં શૂટિંગ કર્યું છે, વડોદરામાં નાચ સોંગનું શૂટિંગ કર્યું, જર્ની સોંગ પાવાગઢ, ચાંપાનેરમાં શૂટ કર્યું છે. અમદાવાદ-વડોદરાની આસપાસના મોટાભાગના વિસ્તારમાં શૂટિંગ કર્યું છે.
અમદાવાદ-વડોદરાની આસપાસના મોટાભાગના વિસ્તારમાં શૂટિંગ કર્યું છે
“ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” પ્રેમ, સામાજિક તફાવતો અને ગુજરાતી પરંપરાઓને અંતર્ગત પોતાની જાતને શોધતા ત્રણ પાત્રોની જર્નીની વાત છે. ઇતિશ્રી, એક થિયેટર એક્ટ્રેસ, તેના પિતાની અપેક્ષાઓ અને સામાજિક નિયમો સાથે સંઘર્ષ કરે છે, અને મેટ્રીમોની કંપની દ્વારા તેનો સંપર્ક યુ.કે.ના બેંકર વેદ સાથે થાય છે, રાઘવ મેટ્રીમોની કંપનીના ઓનર છે અને ઇતિશ્રીના પ્રેમમાં પડે છે. તો જરૂરથી જુઓ આ સુંદર ગુજરાતી ફિલ્મ.