શેર બજારમાં આજે સામાન્ય તેજી નોંધાઇ છે. ખુલતાની સાથે જ સેન્સેક્સ 283.23 પોઈન્ટ અથવા 0.37 ટકાના વધારા સાથે 77,863.54 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 23.05 પોઈન્ટ અથવા 0.1 ટકાના વધારા સાથે 23,555.75 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જો કે શરૂઆતમાં તેજી બાદ ધીરે ધીરે માર્કેટમાં કડાકો નોંધાયો હતો.
સારી શરૂઆત બાદ શેર માર્કેટમાં કડાકો
સારી શરૂઆત બાદ શેર માર્કેટ હવે મોટા ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે. સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને 77158 પર છે. નિફ્ટીએ પણ ઘટાડાની સદી નોંધાવી છે અને તે 121 પોઈન્ટના કડાકા 23411 પર આવી ગયો છે.
CLSAનો ભારત પર યુ-ટર્ન
અગ્રણી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ CLSA એ યુ-ટર્ન લીધો છે. ચીનને બદલે ભારત પર 20% વધુ વજન. CLSAએ કહ્યું કે ભારતમાં આર્થિક સ્થિતિ સ્થિર છે. ટ્રમ્પની વાપસી બાદ ચીન સાથે ટ્રેડ વોર વધી શકે છે. ચીનની નિકાસ પર દબાણ આવી શકે છે.
પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં તેજી નોંધાઇ
પ્રી-ઓપનિંગ સેશનમાં માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 212.87 પોઈન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 77,754.44 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 79.55 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે 23,612.25 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.