20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતJunagadh: ઈકો ઝોનનો વિરોધ ઉગ્ર બન્યો, ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, આવેદનપત્ર આપ્યું

Junagadh: ઈકો ઝોનનો વિરોધ ઉગ્ર બન્યો, ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, આવેદનપત્ર આપ્યું


ઈકો ઝોનનો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે, ત્યારે સાસણ ગીરના ભાલછેલ ખાતે ખેડૂતો સભા સંબોધી ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, ખેડૂતો જોડાયા હતા.

જો ઈકો ઝોન લાગુ થશે તો ખેડૂતો હેરાન પરેશાન થવાના

ઈકોઝોનના વિરોધમાં વાંધા અરજી આપવાનો આજે છેલ્લો દિવસ હોવાથી સાસણ ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં 196 ગામના ખેડૂતો અને સરપંચો જોડાયા હતા અને ઈકો ઝોનના કાળા કાયદાને રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે ભાલછેલ ખાતે સભા બાદ સાસણ ફોરેસ્ટ ઓફિસ સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ ટ્રેકટરો સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાળા કાયદાને રદ કરવા માગ કરવામાં આવી છે. તેમજ જો ઈકો ઝોન લાગુ થશે તો ખેડૂતો હેરાન પરેશાન થવાના છે.

આગામી સમયમાં કાયદાકીય લડાઈ કરવામાં આવશે

ઈકોઝોનની લડતમાં રાજકીય અને ખેડૂત અગ્રણીઓ સાથે આવ્યા છે, છેલ્લા બે મહિનાથી ઈકોઝોન રદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યારે ભાલચલ ખાતે યોજાયેલી આ સભામાં આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. જો સરકાર ઈકો ઝોનનો કાયદો રદ નહીં કરે તો ખેડૂતોને સાથે રાખી રસ્તા પરની લડાઈ સાથે કાયદાકીય લડાઈ કરવામાં આવશે.

આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી

તેમજ મેંદરડા તાલુકાના મોટાભાગના સરપંચો રાજીનામા આપશે અને સાસણગીરમાં પરમિટથી થતા સિંહ દર્શનને અટકાવવામાં આવશે, આ સહિત 6 જેટલા મુદ્દાઓને લઈને આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી છે. આમ, ઈકો ઝોનને લઈ જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામોનો વિરોધ યથાવત છે. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા ઈકો ઝોનને લઈને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય