અમદાવાદમાં કથળી રહેલા કાયદો અને વ્યવસ્થાને લઈ સંદેશ ન્યૂઝે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકને સવાલ કર્યા છે. સંદેશ ન્યૂઝે પૂછ્યું કે અમદાવાદ કેમ ક્રાઈમ કેપિટલ બન્યું? અને સતત વધી રહેલા ગુંડારાજ વચ્ચે CP ગુનાખોરી ઘટ્યાનો દાવો કરી રહ્યા છે. જે ખુબ જ ચોંકાવનારો દાવો કહી શકાય.
10 દિવસમાં 4 હત્યા છતાં CP કહે છે ગુનાખોરી ઘટી છે!
પોલીસ કમિશનરે કહ્યું કે અમદાવાદ પોલીસ ખૂબ મહેનત કરે છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે, લૂંટ, હત્યા, ચોરીના પ્રયાસમાં ઘટાડો થયો છે. સતત ગુંડારાજ વચ્ચે CP ગુનાખોરી ઘટ્યાનો દાવો કરી રહ્યા છે. શહેરમાં 10 દિવસમાં 4 હત્યા થઈ છે છતાં CP કહે છે ગુનાખોરી ઘટી છે. CP કહે છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે. CP કહે છે કે ગુનેગારોમાં પોલીસનો ડર છે.
તો શું આ આંકડાઓ ખોટા ?
ત્યારે બીજી તરફ એક અલગ જ દ્રશ્ય શહેરમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 4 હત્યા થઈ છે. 10 નવેમ્બર 2024ના રોજ બોપલમાં વિદ્યાર્થીની હત્યા, 11 નવેમ્બર 2024ના રોજ બોપલમાં જમીન દલાલની હત્યા, 16 નવેમ્બર 2024ના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા, 18 નવેમ્બર 2024ના રોજ કાગડાપીઠ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. આ સિવાય ફાયરિંગ અને તોડફોડની પણ અનેક ઘટનાઓ બની છે, ત્યારે આ દ્રશ્યો તો કહે છે કે અમદાવાદ ગુનાખોરીનું હબ બન્યું છે અને CP કહે છે કે ગુનાખોરી કંટ્રોલમાં છે! તંત્ર દ્વારા લગાવેલા CCTV જ કહે છે કે શહેરમાં ગુનાખોરી વધી છે.