અમદાવાદમાં ખ્યાતિકાંડમાં આબરુના ધોવાણ બાદ પોલીસે આળસ મરડી છે,હવે કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,સાથે સાથે 8 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી તો પોલીસે ડો. પ્રશાંત વજીરાણીની કસ્ટડી ક્રાઈમબ્રાન્ચને સોંપી દેવાઈ છે,ફરાર આરોપીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે તો ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં મોજ કરે છે તો અન્ય 4 આરોપીઓને પોલીસ હજુ સુધી નથી પકડી શકી.
પોલીસે આરોપીઓને ભાગવા સમય આપ્યાનો ગણગણાટ
ખ્યાતિકાંડને લઈ ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે,ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને તેમનો સ્ટાફ અત્યાર સુધી પાંચમાથી એક જ આરોપીને ઝડપી શકી છે તો 4 આરોપીઓ હજી પણ ફરાર છે,હોસ્પિટલના સીઈઓ રાજપૂત પોલીસની સામે હતો તેમ છત્તા પોલીસ તેને પકડી શકી ન હતી,વસ્ત્રાપુર પોલીસ શંકાના દાયરામાં છે જેના કારણે અમદાવાદ પોલીસ કમિશનરે તપાસ આંચકી લીધી અને વસ્ત્રાપુર પોલીસને સોંપવામાં આવી છે.
સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ
સમગ્ર કેસને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે જેમાં ફરાર ડોકટર આરોપી સામે લૂંટ આઉટનોટિસ જાહેર કરવામાં આવી છે.ક્રાઇમબ્રાન્ચની અલગ અલગ ટીમે ફરાર આરોપીઓને ઝડપવા તપાસ શરૂ કરી છે.આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાની આશંકા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે તો વસ્ત્રાપુર પોલીસે આરોપી ડો પ્રશાંતની કસ્ટડી ક્રાઇમબ્રાન્ચને સોંપી દીધી છે.
5 લોકોના થયા મોત
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે જે ઘટસ્ફોટ થયો તે ખરેખર ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ, કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં 2 દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. હવે ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખુલ્યું છે.
7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોતના આંકડા વધી રહ્યા છે, સંચાલકો છુપાઈને ફરે છે. 7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં અને સંચાલકો પોલીસ પકડથી દૂર છે. 7 દિવસ બાદ પણ પોલીસ માત્ર એક જ આરોપીને પકડી શકી છે. મીડિયા સામે બાઈટ આપનાર ચિરાગથી પોલીસ શરમાય છે. ચિરાગ પોલીસને હાથતાળી આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.