23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: બોગસ ડૉક્ટરોએ હોસ્પિટલ શરુ કરી, પોલીસ અધિકારીઓના નામ પત્રિકામાં છપાવ્યા

Surat: બોગસ ડૉક્ટરોએ હોસ્પિટલ શરુ કરી, પોલીસ અધિકારીઓના નામ પત્રિકામાં છપાવ્યા


રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નકલી નકલી ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણ તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી છે.

મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી

ઝોલા છાપ તબીબોએ પાડેસરમાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે.

તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે

આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો. જી. પી. મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય