જસદણ તાલુકાના કમળાપુર ગામેથી ત્રણ શખ્સોએ યુવતીને તેના ઘરેથી પકડીને જબરજસ્તી કારમાં બેસાડીને અપહરણ કરવામાં આવતા પોલીસ એકશનમા આવી હતી. પોલીસે સમગ્ર રાજકોટ જિલ્લામાં નાકાબંધી કરી કરી શોધખોળ શરૂ કરી હતી અને આખરે પોલીસે યુવતીને અમદાવાદથી અપહરણકર્તાની ચુંગાલમાંથી હેમખેમ છોડવી હતી. પોલીસે તમામ અપહરણકર્તાઓને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
જિલ્લાભરમાં કરી હતી નાકાબંધી
જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું તેમના ઘરેથી કિરણ મનસુખભાઈ રામાણી અને એના ત્રણ સાગરીતો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું યુવતીના પરિવાર દ્વારા ભાડલા પોલીસ સ્ટેશને જાણ કરતા જિલ્લા ભરની પોલીસ આ અપહ્યત યુવતીને શોધવા કામે લાગી હતી અને જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી કમળાપુરની આ યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણનું ભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું હતું જોકે આ મામલે તપાસ દરમિયાન યુવતીનું અપહરણ કરીને અમદાવાદ તરફ લઈ ગયા હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા યુવતીને અમદાવાદ થી હેમખેમ છોડાવી 4 શખ્સો ની ધરપકડ કરી હતી.
8 આરોપીઓની કરાઈ ધરપકડ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કમળાપુર ગામે રહેતા એક પરિવારની યુવતીને તેના જ ગામનો અને તેનો પ્રેમી કિરણ મનસુખભાઈ રામાણી ગાડીમાં તેના ત્રણ સાગરીતો અને એક ડ્રાઇવર એમ કુલ ચાર મિત્રોને સાથે રાખી 15 નવેમ્બર રાત્રે 10:00 કલાકે યુવતીના ઘરમાં ઘૂસીને યુવતી ને દબોથી તેનું અપહરણ કરી ગાડીમાં જબરદસ્ત બેસાડી અને ચોટીલા લઈ ગયા હતા ત્યાંથી બીજી વાઈટ કલરની ફોરવીલમાં બેસાડી અને ડ્રાઇવરની બદલી કરી અમદાવાદ તરફ લઈ ગયા હતા. આ ચાર સિવાય બીજા અન્ય ચાર સાગરી તો પણ અપરણમાં સામેલ હતા કુલ આઠ શખ્સો દ્વારા ષડયંત્ર રચીને યુવતીનું અપરણ કરવામાં આવ્યું હતું.
પરિવારે પોલીસનો કર્યો હતો સંપર્ક
યુવતીના પરિવાર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા રાજકોટ પોલીસ એકશનમાઆવી હતી. રાજકોટ રેન્જ આજી દ્વારા આખા જિલ્લાની નકાબંધી કરાવી હતી. રાજકોટ એલસીબી, રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ભાડલા પોલીસની ટીમ દ્વારા યુવતીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ચાર શખ્સો દ્વારા યુવતીને ગાડીમાં અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહી છે તેવી પોલીસને બાતમી મળતા અમદાવાદ પોલીસની મદદથી ભાડલા પોલીસે કારને અટકાવી યુવતીને છોડાવી ચાર આરોપીની ધરપકડ કરી.
પ્રેમ લગ્નનમાં કર્યુ અપહરણ
કિરણ મનસુખભાઈ રામાણીને પૂછપરછ કરતા અન્ય સાત આરોપી તેમની સાથે અપરણમાં સામેલ હતા 8 શખ્સોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપવા માટે ષડયંત્ર રચ્યું હતું આખી ઘટના પાછળ પ્રેમ લગ્ન જવાબદાર આ યુવતી સાથે કિરણ રામાણીના લગ્ન થયા હતા અને બાદમાં છૂટાછેડા પણ થઈ ગયા હતા તેથી તેને મેળવવા માટે 15 નવેમ્બર રાત્રે 10:00 કલાકે સાગરી તો સાથે મળી યુવતીના ઘેરથી યુવતી નું અપહરણ કર્યું હતું. આ મામલે ભાડલા પોલીસ વધુ આગળ તપાસ કરી રહી છે તેમજ જસદણ કોર્ટમાં આરોપીના રિમાંડની માંગણી કરવામાં આવશે
આરોપીઓને જેલ હવાલે કર્યા
જસદણ તાલુકાના કમળાપુર ગામની યુવતીને તેના ઘરેથી અપહરણ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી અને રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. આખરે રાજકોટ પોલીસે અપહૃત યુવતીને અમદાવાદ થી અપહરણકર્તા ની ચુંગાલમાંથી બચાવી હતી અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે પોલીસે અપહરણકર્તાઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા.