– સરકારમાં 3 કે 5 વર્ષે અધિકારી-કર્મચારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં નિયમનુ પાલન થતુ નથી
– કેટલાક કર્મચારીઓની અગાઉ બદલી કરાઈ હતી પરંતુ ભલામણા કરી ફરી મુળ જગ્યાએ ગોઠવાય ગયા હોવાની ચર્ચા
ભાવનગર : સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે પરંતુ ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી. સરકારી અધિકારી-કર્મચારીની ૩ થી ૫ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે. મહાપાલિકામાં કેટલાક કર્મચારીઓ ઘણા વર્ષથી એક જ વિભાગમાં નોકરી રહ્યા છે પરંતુ તેઓની કોઈને કોઈ કારણસર બદલી કરવામાં આવતી નથી. મહાપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલીની હિલચાલ ચાલી રહી હોવાની ચર્ચા સાંભળવા મળી છે.