23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: કોર્પો.ના ઈજનેરી વિભાગના નવા મહેકમનું કદ મોટું રહેશે

Gandhinagar: કોર્પો.ના ઈજનેરી વિભાગના નવા મહેકમનું કદ મોટું રહેશે


ગાંધીનગર કોર્પોરેશનના ઈજનેરી વિભાગના માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલમાં જે હયાત માળખું છે તેમાં મિકેનીકલ શાખામાં હયાત જગ્યામાં વધારો કરવા સાથે 18 પોસ્ટ બિલકુલ નવી ઉભી કરવામાં આવી છે તો સિનીયર મિકેનીક અને મદદનીશ મિકેનીકની તમામ જગ્યાઓ રદ કરવામાં આવી છે.

તેવી જ રીતે ઈલેક્ટ્રીક શાખામાં પણ લાઈનમેન તથા મદદનીશ લાઈનમેનની જગ્યાઓ રદ કરવામાં આવી છે, જ્યારે અધિક સિટી ઈજનેર ઈલેક્ટ્રીકલ સહિત 68 જેટલી પોસ્ટ બિલકુલ નવી ઉભી કરવામાં આવી છે. આમ જોતાં ઈજનેરી શાખામાં હાલમાં જે મહેકમ છે તેની સામે નવા મંજુર થનારા મહેકમનું કદ ખૂબ મોટું રહેશે. આગામી 21મીના રોજ મળનારી સામાન્ય સભા મળશે. જેમાં ઈજનેરી વિભાગનું નવું માળખું મંજુર કરાશે. હાલમાં એપ્રિલ 2022માં મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. સિવીલ ઈજનેરી શાખામાં 76, મિકેનીકલમાં 95 અને ઈલેક્ટ્રીકલમાં માત્ર 27 નું મહેકમ હતું. પરંતુ 18 ગામો અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ થતાં કોર્પોરેશનની હદ વધી છે.

ગટર- પાણી- રોડ- બગીચા- ટાઉનહોલ- લાયબ્રેરી, પબ્લિક હેલ્થ સેન્ટરો તથા શેલ્ટર હાઉસ સહિતની જવાબદારી સિવીલ શાખાના શિરે વધી છે. તેવી જ રીતે કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓના વાહનો ઉપરાંત દબાણ-ટાઉન પ્લાનીંગ, સીએનસીડી, સેનીટેશન સહિતના વિવિધ વિભાગોની કામગીરી સાથે સંકળાયેલા વાહનો-સાધનો-મશીનરીઓની ખરીદી તથા નિભાવણીની જવાબદારી ઉપરાંત સિટીબસો અને ભવિષ્યમાં ઈ-બસો આવનાર છે તેની પણ જવાબદારી મિકેનીકલ શાખા પર વધશે. સિવીલ શાખા દ્વારા વિકાસના કામોની સાથે સાથે વીજળીકરણના કામો ઈલેક્ટ્રીકલ શાખા દ્વારા હાથ ધરવાના હોય છે. ઈલેક્ટ્રીકના કામોમાં ચોકસાઈ અને કાર્યપધ્ધતિ પર સતત દેખરેખ રાખવાથી લઈને ઘણી જવાબદારી નિભાવવાની હોવાથી મદદનીશ ઈજનેર, અધિક મદદનીશ ઈજનેર, વર્ક આસિસ્ટન્ટ, વાયરમેન, હેલ્પર વગેરે સુપરવાઈઝીંગ સ્ટાફના મહેકમમાં તથા એડમિનીસટ્રેટીવ સ્ટાફમાં વધારો કરવાની જરૂરિયાત જણાતાં નવું માળખું મ્યુનિ તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યું છે.

મિકેનીકલ શાખામાં પણ મદદનીશ ઈજનેર મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ તથા ટ્રાન્સપોર્ટ તથા ટ્રાન્સપોર્ટ ઈન્સપેક્ટરની જગ્યા ઉભી કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો જગ્યાઓ વધતાં રોજગારી વધશે તો બીજી બાજુ કોર્પોરેશનની તિજોરી પર પગાર ખર્ચનું ભારણ વધશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય