Rajkot Nagarik Sahakari Bank Elections: રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે. વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ, 3.32 લાખ શેર હોલ્ડર્સ ધરાવતી અને પાંચમી ઓક્ટોબર 1953માં સ્થપાયેલી 59 સભ્યોએ 5 હજાર રૂપિયાથી ઓછી મુડી સાથે શરુ કરેલી બહુરાજ્ય રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે.
ધારાસભા જેવો માહલ સર્જાયો
આ ચૂંટણીમાં ભાજપ-સંઘ સાથે જોડાયેલા બે જૂથો વચ્ચે તીવ્રરસાકસી હોવાથી ધારાસભા જેવો માહલ સર્જાયો છે. કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ધી કોઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીની સ્થાપના પછી અને ધી મલ્ટીસ્ટેટ કો.